કેરળમાં આવતા ત્રણ દિવસમાં ચોમાસુ બેસી જશે, ગુજરાતમાં આ તારીખે ચોમાસુ બેસે તેવી સંભાવના. . .

ભારતમાં આવતી મોનસુનની હવા કેરલ માં પહોંચી ચૂકી છે. હવામાન વિભાગ ની વાત માનવામાં આવે તો આગામી ત્રણથી ચાર દિવસમાં ભારતમાં ચોમાસાનું આગમન થઇ જશે. તો આવનારા ત્રણથી ચાર દિવસમાં વરસાદ જો પહોંચી જાય તો ભારતમાં દર વખતે કરતાં આ વખતે ચોમાસાનું આગમન વહેલું શરૂ થઇ જશે. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી પ્રબળ શક્યતાઓ છે.

કેરળમાં ચોમાસુ એક જૂન ની આસપાસ બેસે છે. કેરળના ઘણા વિસ્તારોમાં આ અઠવાડિયાથી હળવો વરસાદ શરૂ થઈ ગયો છે. કેરળના ચારથી પાંચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.

ચોમાસું આવી રહ્યું છે તેટલા માટે તાપમાનમાં વધારો અથવા વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

38 થી 41 ડિગ્રી સુધી વાતાવરણ ની ગરમી રહેશે અને 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ ના ચોમાસાને કારણે થવાની સંભાવના છે.

તો ગુજરાત રાજ્ય ની વાત કરવામાં આવે તો આગામી બે ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે.આ વરસાદ ગુજરાતના બોર્ડર ના જિલ્લાઓ એટલે કે નવસારી , વલસાડ , દમણ, દાદરાનગર હવેલીમાં થશે.

જો કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ચારથી પાંચ દિવસ બાદ વાતાવરણમાં ગરમી વધશે તેવો વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનને કારણે વરસાદની જવા માટેનો પુરવઠો પુષ્કળ પ્રમાણમાં મળી રહેશે. જોકે વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ વતા ઓછા પ્રમાણમાં વરસાદ ની આગાહી છે. સૌરાષ્ટ્ર રાજકોટ જૂનાગઢ અમરેલી પોરબંદર મા વરસાદ ની આગાહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer