ગુજરાતમાં 17 ઓગસ્ટ પછી ફરીથી પધરામણી કરશે મેઘરાજા, દક્ષિણ બાજુથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ જશે..

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ માસનો વરસાદ ખેંચાઈ રહ્યો છે. વરસાદ નહીં થતાં ખેડૂતોએ ખેતરમાં ઊભો પાક બચાવવા માટે પાણીની વ્યવસ્થા કરવી કરવી પડી છે. પરંતુ હવે અંશતઃ રાહતના સમાચાર હવામાન વિભાગ તરફથી આવ્યા છે.

હવામાન વિભાગની વાત માનીએ તો, આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે, જોકે તે પેહલા વરસાદ થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી.

હવામાન વિભાગએ જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત થી વરસાદની ફરીવાર શરૂઆતથી થશે. ત્યાર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધતો જોવા મળશે. ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ડ્રાય સ્પેલનો સમય ચાલી રહ્યો છે,

પરંતુ ફરીવાર વેટ સ્પેલ આવવાની શક્યતાઓ પણ છે. આગામી સમયમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 46 ટકા વરસાદની ઉણપ છે. 2020ના ઓગસ્ટ પ્રથમ અઠવાડિયામાં જ રાજ્યમાં 78 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો,

જ્યારે આ વખતે મ 6 મિમી જ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ 2019ના પ્રથમ સપ્તાહમાં 186 મિમી તથા ઓગસ્ટ 2018ના પ્રથમ સપ્તાહમાં 4.13 મિમી વરસાદ નોંધાયો હતો. ખેડૂતોમાં આ સ્થિતિમાં વાવેલો ઊભો પાક સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે.

એક ડેટા મુજબ, 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં 5 ડેમ માં100 ટકા ભરાઈ ચૂક્યા છે. આ ડેમમાં અમરેલીનો ધારવડી ડેમ અને સૂરજવાડી, જામનગરનો ફૂલઝર-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ, તાપીના દોસવાડા ડેમ સમિલ થાય , જ્યારે 49 ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં માત્ર 46.63 ટકા પાણીનો રિઝર્વ જથ્થો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer