બ્રેકીંગ ન્યુઝ : ગુજરાતના આ શહેરોમાં સરકારે આપી છૂટછાટ, રાત્રી કર્ફ્યુ અને રેસ્ટોરન્ટમાં રાહત, લગ્નમાં ૪૦૦ લોકોની છૂટ ,ગણેશોત્સવ ની મંજુરી અને…

ગુજરાતમાં હાલમાં કોરોનાની બીજી લહેર લગભગ પૂરી થવા આવી છે. આવા સમયમાં સરકાર દ્વારા તબક્કાવાર ધીમે ધીમે લોકડાઉનના નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યા છે. આ પદ્ધતિને તબક્કાવાર અનુસરવા માટે સરકારે અનલૉક પ્રક્રિયાઓ નિયમિત રીતે અજમાવી હતી.

ત્યારે આ નિયંત્રણો ઉઠાવવામાં સરકારે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. આગામી મહિનામાં પંદર મી ઓગસ્ટ , ગણેશોત્સવ સહિતના વિવિધ તહેવારો આવી રહ્યા છે. ઉપરાંત ધીમે ધીમે પ્રસંગોની સંખ્યા પણ વધી રહી છે.

કોર કમિટીની મિટિંગમાં અધ્યક્ષ સ્થાને રહેલા વિજયભાઈ રૂપાણી નિર્ણય કર્યો હતો કે રાજ્યના આઠ વિવિધ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ માં સમયમાં એક કલાક ની છૂટછાટ આપવામાં આવશે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગોમાં ઉપસ્થિત લોકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ અગાઉ ફક્ત 200 લોકોને હાજરી ની છુટ આપવામાં આવી હતી પરંતુ હવે તે મર્યાદા વધારીને 400 લોકોની કરી નખાય છે.

એટલે કે હવે કોઈ પણ લગ્ન સમારંભમાં વધુમાં વધુ 400 લોકો ઉપસ્થિત રહી શકશે પરંતુ આમાં પણ તેમને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર ફરજિયાત છે.

ઉપરાંત વિવિધ માગણીઓને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવમાં પણ મહત્તમ ચાર ફૂટની પ્રતિમા રાખીને ગણેશોત્સવની ઉજવણી કરી શકાશે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરેન્ટ પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી દેવાઈ છે. અત્રે નોંધનીય છે કે આ તમામ નિયમો 31 જુલાઈથી લાગુ થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer