‘આપણી પાસે બધું છે તો પછી આવા ધંધા કરવાની શું જરૂરત હતી’, રાજ કુંદ્રાને જોઇને ભડકી ઉઠી શિલ્પા શેટ્ટી

ધરપકડ બાદ રાજ કુંદ્રા અને તેની પત્ની શિલ્પા વચ્ચે પણ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. અશ્લીલ ફિલ્મોના નિર્માણ સાથે જોડાયેલા કેસમાં જ્યારે મુંબઇ પોલીસ તપાસ માટે રાજ કુંદ્રાના ઘરે પહોંચી ત્યારે શિલ્પા શેટ્ટી બધાની સામે તેના પર ગુસ્સે ભરાયા હતા.

તેણે પૂછ્યું, જ્યારે આપણી પાસે બધું છે, તો પછી આ બધું કરવાની જરૂર શું હતી? માનવામાં આવે છે કે તેની પત્ની શિલ્પા શેટ્ટીને પોર્ન ફિલ્મના કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાથી ખરાબ રીતે દુખ થયું છે .

તેઓ રોજ અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે સાંજે આ ઘટના બની હતી. જ્યારે મુંબઇ પોલીસની ટીમ આરોપી રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી. ટીમે ઘરની તલાશી લીધી હતી

અને શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ રેકોર્ડ કર્યુ હતું. અશ્લીલ ફિલ્મ કૌભાંડમાં પતિના નામથી દુ: ખી થઈને શિલ્પાએ પતિને સામે જોતાંની સાથે જ આંસુ આવી ગયા હતા અને તેણી તૂટી પડી હતી.

શિલ્પાએ રાજ કુંદ્રાને કહ્યું, “ભગવાનનું આપેલ બધુ આપણી પાસે છે,  તેથી આ બધુ કરવાની જરૂર શું હતી? તેનાથી પરિવારનું નામ બગડ્યું અને મારે ઘણા પ્રોજેક્ટ્સ છોડવા પડ્યા.” પોલીસના જણાવ્યા મુજબ રાજ કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યો નથી,

તેથી પોલીસ કોર્ટને કુંદરાની પોલીસ કસ્ટડી વધારવાનું કહેશે. આ સાથે બોમ્બે હાઈકોર્ટમાં કુંદ્રાની અરજીની સુનાવણી કરવામાં આવશે. રાજ કુંદ્રાએ તેમની ધરપકડ ગેરકાયદેસર ગણાવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer