ગુજરાત વિધાનસભામાં 52 વર્ષ બાદ ધારાસભ્યોની સંખ્યા 182 થી વધીને 230 થશે, લોકસભાની બેઠકમાં પણ થઇ શકે છે વધારો….

ગુજરાત રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં વધારો થવાની પુરે પુરી શક્યતાઆ છે. ચૂંટણીપંચનાં અહેવાલોએ કહ્યું હતું કે ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભાની હાલની 182 બેઠક વધીને અંદાજે 230 થઈ શકે, જ્યારે લોકસભાની 26થી વધીને 44 થવાનો પ્રાથમિક અંદાજ છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં અને લોકસભા 2029ની ચૂંટણીમાં આ બેઠકો વધારો લાગૂ પડી શકે છે. આ પહેલાં ગુજરાતમાં છેલ્લે 1975માં 182 સીટ નક્કી કરાઈ હતી, જ્યારે 1980ની લોકસભા ચૂંટણીમાં કુલ મળીને 24 જ બેઠક હતી.

આમ, 52 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થવા જઈ રહી છે. જ્યારે 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા વધીને 44 જેટલી થઈ જશે. ગુજરાતમાં હાલ 2001ની વસતિના આધારે 2006માં સીમાંકન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાનું છેલ્લે 2018માં રિનોવેશન કરાયું હતું, જે અંતર્ગત ગૃહની હાલની બેઠક વ્યવસ્થા 182થી વધારીને 230 કરવાની વ્યવસ્થા કરાઇ હતી. જ્યારે નવા સંસદભવનનો સેન્ટ્રલ વિસ્ટા નામથી પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. સેન્ટ્રલ વિસ્ટા યોજનાની સપ્ટેમ્બર, 2019માં જાહેરાત થઈ હતી.

એમાં સંસદની અદ્યતન ત્રિકોણીય ઈમારત હશે, જેમાં એકસાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સાંસદ પણ બેસી શકશે. સેન્ટ્રલવિસ્ટા પ્રોજેક્ટ 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધીમાં પૂરો કરવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer