એક ગુજરાતીનો વટ, માત્ર 18 હજાર માં જ મુંબઈ થી દુબઇ સુધી 360 સીટના પ્લેનમાં એકલા જ બેસીને ગયા, 8 લાખનું ફ્યુઅલ બાળ્યું કંપનીએ…

મુંબઈ અને દુબઈનો હવાઇ યાત્રાનો રૂટ સૌથી વ્યસ્તમાનો એક માનવામાં આવે છે. પરંતુ આજે જે કિસ્સો હું તમને જણાવવા જઈ રહ્યો છું તે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, કે કેવી રીતના એક ગુજરાતીએ ઇકોનોમી ક્લાસમાં ટિકિટ લઈને આખા પ્લેનનો જાણે પોતે રાજા હોય તેવી રીતના એકલાએ જ મુંબઈથી દુબઈ ની સફર ખેડી હતી.

૧૯મી મેના રોજ અમીરાત નું બોઇંગ 777 મુંબઈથી માત્ર એક જ પેસેન્જર ને લઈને ડૂબઇ ગયું હતું. જેમાં ટ્રાવેલ કરનાર એકમાત્ર ગુજરાતી વેપારી ભાવેશભાઈ ઝવેરી હતા. આ પ્લેનની ટિકિટ માટે તેમણે ૧૮ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

જ્યારે તેઓ પ્લેનમાં ગયા ત્યારે એરહોસ્ટેસે તેમનું સ્વાગત કર્યું હતું અને પાયલોટ પણ તેમને અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓએ ઘણી વાર આ રૂટ ઉપર ટ્રાવેલ કર્યું છે પરંતુ આ વખતે તેમનો અનુભવ અલગ હતો. તેમણે જણાવ્યું હતું કે એરહોસ્ટેસે તમામ સૂચનાઓ તેમને એકલાને જ અનુમતિ ને આપી હતી.

આ ઉપરાંત તેમણે સમગ્ર પ્લેનમાં ગમે તે સીટ ઉપર બેસવા નો ઓપ્શન પણ આપવામાં આવ્યું હતું પરંતુ ભાવેશભાઈ એ પોતાના લકી નંબર 18 નંબરની સીટ ઉપર જ બેઠા હતા.

બોઈંગ 777ની ગણના દુનિયાના સૌથી મોટા ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થાય છે, જેનું વજન 17 ટન જેટલું છે અને મુંબઈથી દુબઈ પહોંચવા માટે તેમાં 8 લાખ રુપિયાનું ફ્યુઅલ વાપરવું પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer