એક વાર ગુરુ નાનક દેવજી સૈદપુર શહેર
ગયા. બધા શહેરમાં આ વાત ફેલાય ગઈ કે એક પરમ દિવ્ય મહાપુરુષ પધાર્યા છે. શહેરના
મુખ્ય મલિક ભાગો જોલ અને બેઈમાનીથી ધનવાન બન્યો હતો. તે ગરીબ ખેડૂતોથી ખુબ વધારે
વસુલી કરતો હતો. ઘણી વાર તે પાક પણ હડપી લેતો હતો. જેનાથી ઘણા ગરીબ ખેડૂત પરિવાર
ભૂખ્યા મરવા પર મજબુર હતા. જયારે મલિક ભાગોને નાનક દેવજીને આવવા પર ખબર પડી તો તે
એને એમના મહેલમાં રોકાવવા માંગતો હતો, પરંતુ ગુરુજીએ એક ગરીબના નાના ઘરમાં
રોકાવવાનો નિર્ણય લીધો.
એ આદમીનું નામ ભાઈ લાલો હતું. ભાઈ લાલો ખુશ થયો અને તે મોટા આદર સત્કારથી ગુરુજીની સેવા કરવા લાગ્યો. નાનક દેવજી મોટા પ્રેમથી એની રૂખી-સુખી રોટલી ખાતા હતા. જયારે મલિક ભાગોને આ ખબર પડી તો એને એક મોટું આયોજન કર્યું. એમણે વિસ્તારના બધા ઓળખીતા લોકોની સાથે ગુરુ નાનકજી ને પણ એમાં નિમંત્રિત કર્યા. ગુરુજીએ એમનું નિમંત્રણ ઠુકરાવી દીધું. આ સાંભળીને મલિકને ખુબ ગુસ્સો આવ્યો અને એણે ગુરુજીને એમને ત્યાં લાવવાનો હુકમ આપ્યો. મલિકના આદમી, નાનક દેવજીને એના મહેલ લઈને આવ્યા તો મલિક બોલ્યો, ગુરુજી મેં તમારા રોકાણ માટે ખુબ સારી ગોઠવણ કરી હતી.
ઘણા બધા સ્વાદિષ્ટ પકવાન પણ બનાવ્યા
હતા, તો પણ તમે એ ગરીબ ભાઈ લાલોની સુકી રોટલી ખાઈ રહ્યા છો કેમ> ગુરુજીએ જવાબ
આપ્યો, હું તમારું ભોજન નથી ખાઈ શકતો, કારણકે તમે ખોટી રીતે ગરીબોનું લોહી ચૂસીને
આ રોટલીની કમાણી કરી છે. જયારે લાલોની સુકી રોટલી એની ઈમાનદારી અને મહેનતની કમાણી
છે. ગુરુજીની આ વાત સાંભળીને, મલિક ભાગો ગુસ્સે થયો અને ગુરુજીને કહ્યું કે એનું
સબુત આપો. ગુરુજીએ લાલોના ઘરેથી રોટલીનો એક ટુકડો મંગાવ્યો.
પછી શહેરના લોકોની ભારી સંખ્યાની સામે ગુરુજીએ એક હાથમાં ભાઈ લાલોની સુકી રોટલી અને બીજા હાથમાં મલિક ભાગોની ચોપડેલી રોટલી ઉઠાવી. બંને રોટલીઓને જોરથી હાથોમાં દબાવી તો લાલોની રોટલીથી દૂધ અને મલિક ભાગોની રોટલીથી લોહી ટપકવા લાગ્યું. ભરી સભામાં મલિક ભાગો એમના દુષ્કર્મોનું સબુત જોઇને પૂરી રીતે હલી ગયો અને નાનક દેવજીના ચરણોમાં પડી ગયો. ગુરુજી એ એને ભ્રષ્ટાચારથી કમાણી કરેલી બધી દોલત અને ધન ગરીબોને બાટવાનું કહ્યું અને ત્યારથી ઈમાનદાર બનવાનું કહ્યું મલિક ભાગોએ એમ જ કર્યું. આ પ્રકારે ગુરુજીના આશીર્વાદથી મલિક ભાગોનું એક પ્રકારથી પુનઃજન્મ થયો અને તે ઈમાનદાર બની ગયો.
સીખ : ખોટી રીતે કમાણી કરેલા ધનથી વસ્તુઓ તો ખરીદી શકાય છે પરંતુ શાંતિ નહિ. ઈમાનદારી જીવનની સૌથી મોટી મૂડી છે.