નક્ષત્રના રાજા ગુરુ પુષ્પ નક્ષત્રનું શુભ ફળ મેળવવા માટે ધનતેરસ-દિવાળીના 6 દિવસ પહેલા કરો સોનાની ખરીદી..

હવે તહેવારોની સીઝન ચાલુ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં દિવાળી પહેલા ધનતેરસ પર ખરીદી કરવાને ખુબજ શુભ ગણવામાં આવે છે. પરંતુ આ વખતે તમે ધનતેરસ અને દિવાળી પહેલા ખરીદી કરી શકો છો, તે પણ મહાશુભ મુહૂર્તમાં. આ મહામુહૂર્ત 28 ઓક્ટોબરે આવશે. તે નક્ષત્રના રાજા ગુરુ પુષ્ય નક્ષત્ર છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકાશમાં કુલ 27 નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્ર ને સૌથી શુભ અને માંગલિક મનાય છે. પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર આવ3 છે તે દિવસ પંચાંગ જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. અને જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે.

ગુરૂ પુષ્ય યોગમાં સોનું ખરીદવું શુભ: સ્વર્ણનો સંબંધ સમૃદ્ધિ સાથે માનવામાં આવે છે જેનો કારક ગ્રહ ગુરૂ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પ્રદાન કરનાર છે એટલે જ્યોતિષ માન્યતા અનુસાર સોનાની ખરીદી ગુરૂ પુષ્યમાં કરવામાં આવે તો શુભ ફળ આપે છે. આ શુભ સંયોગમાં ભૂમિ, ભવન, વાહન અને લાંબા ગાળાનું રોકાણ કરવાને પણ ઉત્તમ માનવામાં આવે છે.

ગુરુપુષ્ય યોગમાં ધર્મ, કર્મ, મંત્ર જાપ, ધાર્મિક વિધિઓ, મંત્ર દીક્ષા, વેપાર વગેરે ચાલુ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જીવન ના અન્ય શુભ કાર્યો પણ આ નક્ષત્રમાં શરૂ કરી શકાય છે. જ્યોતિષીઓના મતે આ વર્ષે સોનાના ઘરેણાં, જમીન-મકાન તેમજ જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી માટે ગુરુ પુષ્ય નક્ષત્ર 25 કલાક 57 મિનિટ રહેશે.

આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ ગુરુ-પુષ્યને વધુ વિશેષ બનાવી રહ્યા છે. આ દિવસે સોના-ચાંદી અને જમીન-મકાનની ખરીદી ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે.

ગુરૂ પુષ્ય નક્ષત્ર મુહૂર્ત: સપ્તમી તિથિ આરંભ: 28 ઓક્ટોબર સવારે 9.41થી, સપ્તમી તિથિ સમાપ્ત થાય છે: 29 ઓક્ટોબર સવારે 11.38 સુધી, રવિ યોગ: 28 ઓક્ટોબર સવારે 9.30 સુધી, સર્વાર્થ સિદ્ધિ યોગ: 28 ઓક્ટોબર આખો દિવસ

ગુરુ પુષ્ય નક્ષત્રમાં શુભ સંયોગ અને ચોઘડિયા, સવારે 10.30 થી 12 લાભ, બપોરે 12.00 થી 1.30 સુધી, બપોરે 1.30 થી બપોરે 3 વાગ્યા સુધી અમૃત, સાંજે 4.30 થી 6 અમૃત, સાંજે 6.00 થી 7.30 ચલ, સાંજે 7.30 થી 9 સુધી ચલ

Leave a reply:

Your email address will not be published.

Site Footer