જો કુંડળીમાં હોય આવા યોગ તો રાહુ પણ બની જાય છે આપણા માટે શુભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ખેલના કારણે આપણી કિસ્મત ચમકે છે અથવા તો આપણે દુખ દર્દ ભોગવીએ છીએ. જ્યોતિષમાં કુલ નવ ગ્રહ હોય છે. કુંડળીમાં આ તમામ ગ્રહોની સ્થિતિથી ભાગ્ય બદલાઈ જાય છે. 9 ગ્રહોમાં બે ગ્રહ રાહુ અને કેતુ એવા ગ્રહો છે જેને અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ રાહુની બીજા ગ્રહો સાથે થતી યુતીથી કેવા પરિણામ પ્રાપ્ત થાય છે.

મોટા ભાગે આપણે જોયુ છે કે રાહુને અશુભ ફળ આપનાર ગ્રહ તરીકે જોવામાં આવે છે. જેમની કુંડળીમાં આ ગ્રહ હોય તેનું આવુ બન્યુ એવુ માનવામાં આવે છે પણ ખરેખરતો રાહુ ગ્રહ શુભ ફળ પણ આપે છે. જેમની કુંડળીમાં શનિની સાથે રાહુ હોય તે વ્યક્તિ ખુબજ શાંત અને રહસ્યમયી સ્વભાવનો હોય છે. આવા લોકોની ક્ષમતા વધારે ધન અને સંપત્તિ એકત્રિત કરવાની હોય છે. આવા જાતક ધનનો ખુબજ સંચય કરે છે.

કુંડળીમાં શનિ, શુક્ર અને બુધ લગ્ન ભાવનો સ્વામી હોય તો રાહુ શુભ ફળ આપે છે, રાહુ આ ગ્રહોનો મિત્ર હોય છે. કુંડળીમાં જો સૂર્ય, ચંદ્ર, મંગળ કે ચંદ્રમાં લગ્નભાવનો સ્વામી હોય તો રાહુ અશુભ ફળ આપે છે. રાહુની આ ચારેય ગ્રહો સાથે શત્રુતા છે. જો કોઈની કુંડળીમાં રાહુ તૃત્તિય, ષષ્ઠમ અને એકાદશ ભાવમાં હોય તો રાહુ તેમના માટે શુભ ફળ આપે છે. રાહુ લગ્ન,પંચમ, નવમ અને દશમ ભાવમાં હોય તો સામાન્ય ફળ આપે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer