હનુમાનજી પોતાના જીવનકાળ દરમ્યાન આની આગળ હારી ગયા હતા એક યુદ્ધ, જાણો આ અપ્રચલિત વાત 

આજે અમે તમને જે કથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે મછીંદ્રનાથજી અને મહાબલી હનુમાનજી વિશે. એક સમયની વાત છે મછીંદ્રનાથજી રામેશ્વરમ માં આવતા હતા જયારે તેણે ભગવાન શ્રી રામ દ્વારા નિર્માણ કરેલો સેતુ જોયો તો એ ખુબ જ પ્રસન્ન થઈ ગયા

અને તે ભગવાન શ્રી રામજીની ભક્તિમાં લીન થઇને સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યા. ત્યારે ત્યાં ઉપસ્થિત હનુમાનજી જે એક ઘરડા વાનરના રૂપમાં બેઠેલા હતા તેની નજર મછીંદ્રનાથ પર પડી. હનુમાનજીને એ વાતની ખબર હતી કે મછીંદ્રનાથ એક સિદ્ધ યોગી છે

પરંતુ તો પણ હનુમાનજીએ મછીંદ્રનાથ ની પરીક્ષા લેવા માટે તેની લીલા શરુ કરી અને અચાનક જોરદાર વરસાદ કરી દીધો હતો ત્યારે જે હનુમાનજી ઘરડા વાનર ના રૂપમાં હતા. તેણે વરસાદ થી બચવા માટે એક પહાડ પર પ્રહાર કર્યો,

પ્રહાર કરવાથી ત્યાં ગુફા બની ગઈ. આ બધું મછીંદ્રનાથજી જોઈ રહ્યા હતા અને બોલ્યા આ બધું તમે શું કરી રહ્યા છો. જયારે તરસ લાગે ત્યારે કુવો ખોદવા ના બેસાય તેનો પહેલેથી ગોઠવણ કરી લેવી જોઈએ. મછીંદ્રનાથજી ની વાત સાંભળી મહાબલી હનુમાનજી તેને પૂછે છે કે તમે કોણ છો ?

મછીંદ્રનાથજી કહે છે હું એક સિદ્ધ પુરુષ છું અને મને મૃત્યુ શક્તિ પ્રાપ્ત થયેલી છે. આ સાંભળી હનુમાનજી હજુ એક પરીક્ષા લેવા માટે વિચારે છે. તે જાણી જોઈને મછીંદ્રનાથજી ને કહે છે હનુમાનજી થી શ્રેષ્ઠ અને બળવાન યોદ્ધા પુરા સંસારમાં કોઈ જ નથી.

અને અમુક સમય સુધી મેં એમની સેવા પણ કરી હતી. એ કારણથી તેણે પ્રસન્ન થઇને પોતાની શક્તિ 1 % મને અમને આપી દીધી. જો તમારી અંદર પણ એટલી જ શક્તિ છે તો તમે મારી જોડે યુદ્ધ કરો અને મને પરાજિત કરો નહિ તો ખુદને યોગી કહેવાનું છોડી દયો.

મછીંદ્રનાથજી એ હનુમાનજીની ચુનોતી સ્વીકારી અને યુદ્ધની શરૂવાત થઈ ગઈ. ત્યારે હનુમાનજી વાયુમાં ઉડીને એક પછી એક પર્વત ઉડાવીને મછીંદ્રનાથજી પર ફેકે છે આ જોઈ મછીંદ્રનાથજી મંત્રોની શક્તિનો ઉપયોગ કરી બધા પર્વતોને સ્થિર કરી દે છે.

આ બધું જોઇને હનુમાનજીને ક્રોધ આવી જાય છે અને તે મોટા મોટા પર્વતો ઉઠાવીને મછીંદ્રનાથજી પર ફેકે છે આ જોઈ મછીંદ્રનાથજી સમુદ્રના પાણી ની અમુક બુંદ હાથ માં લે છે અને તે હનુમાનજી ઉપર ફેકે છે  તો તેનું શરીર આસમાનમાં જ સ્થિર થઈ જાય છે તે જરાક પણ હલન ચલન નથી કરી શકતા.

મછીંદ્રનાથજી ના મંત્રો ને કારણ હનુમાનજીની બધી શક્તિઓ સ્થિર થઈ જાય છે. આ જોઇને હનુમાનજીના પિતા વાયુદેવ મછીંદ્રનાથજી થી હનુમાનજી ને ક્ષમા કરવાની પ્રાથના કરે છે જેથી મછીંદ્રનાથજી તેણે મુક્ત કરી દે છે.

ત્યારે હનુમાનજી તેના મૂળ સ્વરૂપમાં આવે છે અને મછીંદ્રનાથજી ને કહે છે કે હું જાણતો હતો કે તમે નારાયણ નો અવતાર છો તો પણ મેં તમારી શક્તિઓની પરીક્ષા  લેવાનો પ્રયત્ન કર્યો મને માફ કરો. આ સાંભળી મછીંદ્રનાથજી હનુમાનજી ને માફ કરી દે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer