ભગવાનની પૂજામાં ક્યારેય પણ અગરબતી ન પ્રગટાવવી જોઈએ, જાણી લો કારણ 

હિંદુ ધર્મ પૂજા પાઠ માં આરતી નું મહત્વ ખુબ વધારે છે. આપણે દેવી દેવતાઓ ની આરતી માં ધુપ, દીવો અને અગરબતી કરીએ છીએ. એનાથી રોશની અને સુંગધ બંને થાય છે. પૂજા માં પંચોપચાર વિધિ માં પણ ધૂપ દીવા ની મહિમા કહેવામાં આવી  છે..

પર તમે અમુક લોકો પાસેથી સાંભળ્યું હશે કે ભગવાન ની પૂજા માં ક્યારેય અગરબતી પ્રગટાવી ન જોઈએ. આખરે કેમ? આવો જાણીએ અમુક વાતોથી એની પાછળ નું રહસ્ય. અગરબતી માં હોય છે વાંસ :

આપણે હિંદુ જયારે દાહ સંસ્કાર જેવા કર્મ માં પણ વાંસ ની લાકડી સળગાવતા નથી તો પછી કેમ અગરબતી ના માધ્યમથી આ લાકડી ને સળગાવીએ. જો તમારે ઈશ્વરની પૂજામાં સુંગધ જ કરવી છે તો તમે ધૂપ બત્તી નો ઉપયોગ કરી શકો છો.

આ બંનેમાં લાગેલા સુંગંધિત કાળા મસાલો એક જ છે જે સુગંધ ફેલાવે છે.પણ અગરબતી માં લાકડી પણ હોય છે. શાસ્ત્ર માં પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય વાંસ ની લાકડી સળગાવી ન જોઈએ.

તેથી આ પ્રથાને હવે તમારે રોકવી જોઈએ અને અન્ય વ્યક્તિઓ ને અને મંદિરમાં પણ આ વાત કહેવી જોઈએ. શાસ્ત્રો માં પૂજા વિધાન માં ક્યાંય પણ અગરબતી ની વાત કહેવામાં આવી નથી. વૈજ્ઞાનિક કારણ :

વૈજ્ઞાનિકો ની અનુસાર પણ જયારે અગરબતી ને સળગાવવામાં આવે છે ત્યારે એમાં લાગેલા વાંસ સળગવા લાગે છે. એને સળગવાથી એક ગેસ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. હવે તમને જણાવો જે આપણા માટે હાનીકારક છે તે કેમ આપણા દેવી દેવતાઓ ને પ્રસન કરશે.

જુના લોકોનું મંતવ્ય : આપણા વૃદ્ધ વડીલો નું માનવું છે કે જયારે શાસ્ત્રો ની વિપરીત જો આપણે વાંસ ને સળગાવીએ છીએ તો આ અશુભ થાય છે. આ વંશ ને નષ્ટ કરવા વાળો છે. તેથી દરેક રીતેથી આપણે પૂજા અર્ચના માં અગરબતી ને સળગાવી બંધ કરી દેવી જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer