જાણો હનુમાનજીની કઈ મુદ્રાથી મળે છે ભક્તોને કેવા આશીર્વાદ

હનુમાનજી ખુબજ લોકપ્રિય દેવતા છે. તેમના ભક્ત દુનિયામાં દરેક જગ્યા એ છે. તેમજ હનુમાનજી ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જનાર દેવ છે. કળીયુગમાં હનુમાનજીની સાધના ખુબજ સરળ અને સુગમ માનવામાં આવે છે.તેમજ એ ફળદાયક પણ છે.

આવતી કાલે હનુમાન જયંતીનો વિશેષ પર્વ મનાવામાં આવશે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. અલગ અલગ દિશાઓ વાળા હનુમાનજી ની મૂર્તિ અથવા ફોટો ની પૂજા અર્ચના નું અલગ અલગ મહત્વ હોય છે. તેમજ એમની પૂજાનું ફળ ભક્તોને અલગ અલગ પ્રાપ્ત થાય છે. તો આજે અમે એ વિશે જણાવીશું,ચાલો જાણીએ..

ઉત્તર દિશા વાળી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો ની પૂજા અર્ચના કરવાથી દરેક દેવી દેવતા ના આશીર્વાદ મળે છે. અને જીવન માં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય ની ક્યારેય પણ કમી નથી રહેતી. તેમજ ઘરમાં ઉડતા હનુમાનજી નો ફોટો લગાવી પૂજા કરવાથી બંજરંગબલી પાસેથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને ઉન્નતી ના આશીર્વાદ મળે છે.

તેમજ હનુમાન સાધકમાં નિરંતર સફળતા મેળવવા માટે અને આગળ વધવા માટે ઉત્સાહ અને સાહસ નો પણ સંચાર થયા કરે છે. તેમજ જે કોઈ ઘરમાં શ્રી હનુમાનજી દ્વારા પ્રભુ શ્રી રામના સુમિરન ભજન વાળો ફોટો હોય તો તેની પૂજા કરવામાં આવે છે.

એ ઘરમાં હંમેશા જ ભક્તિ અને વિશ્વાસ નો સંચો બની રહે છે તે ઈશ્વર ભક્તિ સાધકના કલ્યાણ પણ કરે છે અને જીવનને સુખમય બનાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer