ભગવાનની પૂજા તમે દરેક લોકો કરો છો પરંતુ કેટલાક નિયમો અને ધ્યાનમાં રાખો કેટલીક મુખ્ય વાતો જેનાથી પૂજા વધુ સાર્થક થાય છે. ચાલો જાણીએ એ દરેક મુખ્ય વાતો અને નિયમો.

૧. ભગવાન શિવ અને સૂર્ય ની પૂજા ક્યારેય પણ શંખ થી ના કરવી જોઈએ.
૨. તુલસીને ક્યારેય પણ જરૂર વગર ના તોડવી જોઈએ. તુલસીના પાન સ્નાન કર્યા પછી જ ક્ષમા યાચના કર્યા બાદ જ તોડવા જોઈએ. રવિવાર અને શુક્રવારે તુલસીના પત્તા ના તોડવા જોઈએ.
૩. ક્યારેય પણ ભગવાન શિવ અને ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો નહિ.
૪. ભગવાન ગણેશની પુજામાં તેમની પ્રિય ધરો ને ક્યારેય રવિવારે ના તોડવી.
૫. રવિવારે ક્યારેય પીપળા ના વૃક્ષની પૂજા ના કરવી જોઈએ. આ દિવસે માં લક્ષ્મી ની બહેન દરિદ્રતા આ વૃક્ષ પર રહે છે.

૬. ભગવાન શિવની પૂજામાં ક્યારેય પણ કેતકી ના ફૂલ ના ચડાવવા જોઈએ.
૭. હિંદુ ધર્મમાં ૩૩ કોટી દેવતા છે. એ દરેકની પૂજા શક્ય નાં હોય તો પાંચ દેવતાની પૂજા જરૂર કરવી જોઈએ. મુખ્ય પાંચ દેવતા શિવ, ગણેશ, દુર્ગા, વિષ્ણુ અને સૂર્ય ને જણાવ્યા છે.
૮. ઘરના મંદિરમાં હંમેશા ગંગાજળ, ગૌ મૂત્ર હોવું જોઈએ.
૯. આરતી કરતી વખતે ઘરમાં ઘંટડી જરૂર વગાડવી જોઈએ.
૧૦. પૂજા હંમેશા પૂર્વ મુખ રાખીને જ કરવી જોઈએ. ભેરવનાથ અને યમરાજ ની પૂજા દક્ષીણ મુખ રાખીને કરી શકાય છે.

૧૧. દેવી દેવતાઓને તિલક લાગવા માટે હંમેશા અનામિકા જ કામમાં લેવી જોઈએ.
૧૨. પૂજામાં ચોખા નું ખુબજ મહત્વ છે પરંતુ એ ખંડિત ના હોવા જોઈએ.
૧૩. દેવતાઓ ની પ્રતિમા ને સ્નાન કરવા માટે પાન ના પત્તા નો ઉપયોગ કરવો જોઈએ.
૧૪. શિવલિંગ ની પૂજા માં કામમાં આવતો પ્રસાદ ફક્ત જોગી એ જ ખાવો જોઈએ.
૧૫. દેવી દેવતાઓને ચડવામાં આવતા પુષ્પ ને સાફ પાણીથી અવશ્ય ધોઈ લેવા જોઈએ.