શું હાર્દિક પટેલ ‘આપ’ મા જોડાય ને પાર્ટીનો મોટો ચહેરો બનશે? પાટીદાર સમાજનું રાજકીય વર્ચસ્વ ટકાવવા સમાજના આગેવાનો પણ હાર્દિકને ટેકો આપી શકે.. જાણો આ બાબતે એક્સપર્ટસ લોકો શું કહે છે. . .

12મી જૂન ના રોજ કાગવડમાં આવેલા ખોડલધામ ખાતે પટેલ સમાજની બેઠક મળી હતી આ બેઠક પૂરી થયા બાદ તુરંત જ પ્રેસ કોન્ફરન્સ દ્વારા નરેશ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પાટીદાર સમાજનો મત એવો છે કે ગુજરાતનો આવનાર મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઈએ અને ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય પણ આમ આદમી પાર્ટી એ પ્રજા માટે ત્રીજો વિકલ્પ બની શકે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે આ વિધાન ઉપરથી પાટીદારો એ આપ પાર્ટી ને સમર્થન કરશે તેવું ચોક્કસપણે કહી શકાય. જ્યારે 2022 ની વિધાનસભા ચૂંટણીને ટૂંકો સમય બાકી રહ્યો છે ત્યારે આ પ્રકારના નિવેદનો એ રાજકીય સમીકરણો ઊભા કરે છે. શું પાટીદારો હાર્દિક પટેલને આપનો ચહેરો બનાવી અને ગુજરાતમાં નવો આપનો મુખ્યમંત્રી આવશે એ તો હવે સમય આવ્યે જ ખબર પડશે.

હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ થામીને રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે અત્રે નોંધનીય છે કે યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં આક્રમકતા માટે જાણીતા છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસનો પક્ષ નબળો હોવાથી હાર્દિક પટેલનું રાજકીય જીવન પણ કોંગ્રેસની સાથે ધુંધૂળું બની રહ્યું છે તેવું દેખાય છે. ખાસ કરીને પાટીદાર લોકોની સેવા માટે પોતાનું જીવન આપવાનું વિચાર્યું હતું પરંતુ તે કોંગ્રેસમાં સદંતરપણે નિષ્ફળ ગયા છે. ત્યારે બીજા સમયે યુવા નેતા હાર્દિક પટેલને ભાજપ સમાજ સાથે ખાસ વિચારો મળતા નથી.

જો આપના ગુજરાતમાં વાત કરીએ ટૂંક સમય પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ખૂબ જ સારી સફળતા મેળવી હતી અને ભાજપનો ગઢ ગણાતા સુરત ને ભાગી નાખ્યો હતો. કારણ કે આ અગાઉ પણ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવ્યું હતું પરંતુ ત્યારે કંઈ ખાસ સફળતા હાથ લાગી ન હતી. આ હાર બાદ આમ આદમી પાર્ટી યુવા નેતાઓને પાર્ટીમાં સ્થાન આપ્યું જેને પગલે હવે આ વખતે ગોપાલ ઇટાલીયાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિવિધ સામાજિક આંદોલનમાં જે યુવાઓમાં નેતાનો ગુણ હશે તે યુવાને આમ આદમી પાર્ટી ચાન્સ આપશે. આ ઉપરાંત અમુક નિષ્ણાતોના મતે ફરી એકવાર હાર્દિક પટેલને આપનો ચહેરો બનાવી સમાજને રાજકીય સ્તરે મહત્વ અપાવવાની સાથે ભાજપ અને કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે તેવું જાણવા મળ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer