હાથની સૌથી નાની આંગળી બતાવે છે તમારું ભવિષ્ય, જાણો આંગળી પરથી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે..

જ્યોતિષશાસ્ત્ર ની અંદર તમારા હાથ અને મસ્તક ની રેખાઓ પરથી તમારા ભવિષ્યની અનેક બાબતો જાણી શકાય છે/ હથેળી શાસ્ત્ર એ પણ જ્યોતિષશાસ્ત્રનો જ એક ભાગ છે. જેની અંદર તમારા હાથની રેખાઓ અને આંગળીઓ દ્વારા તમે કોઈપણ વ્યક્તિના ભવિષ્ય વિશે તથા તેના વ્યક્તિત્વ વિશે જાણી શકો છો.

ભારત મા સમુદ્રશાસ્ત્ર, હસ્તશાસ્ત્ર તેમજ કુંડળી ઉપર થી માનવી ના સ્વભાવ અંગે જાણકારી મેળવી શકાય છે. આ શાસ્ત્રો ના ઉપયોગ થી માનવી નુ આવનાર ભવિષ્ય તેમજ તેના ભૂતકાળ વિષે ની તમામ માહિતી માનવી ના હાથ મા રહેલી આંગળીઓ પર થી જાણી શકાય છે.

દરેક માનવી ના હાથ ની આંગળીઓ ની કુદરતી બનાવટ જુદી-જુદી હોય છે. દરેક માનવી ને જોતા જ જોઈ શકાય છે કે આંગળીઓ ની લંબાઈ, આકાર, વર્ણ જુદી-જુદી હોય છે. લોકોની પાંચે આંગળીઓ ક્યારેય પણ એક સરખી હોતી નથી. તથા તેના પર આવેલી રેખાઓ પણ ક્યારેય એકસરખી હોતી નથી.

દરેક વ્યક્તિ પોતાની અલગ રેખાઓ અને અલગ લંબાઇની આંગળીઓ ધરાવે છે અને આથી જ દરેક બીજાથી ભિન્ન હોય  છે. તમારા આંગળીઓના આકાર અને તેની લંબાઈ પરથી તમે તમારા ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકો છો.

એટલા માટે આજે અમે તમને આ લેખ દ્વારા હાથ ની સૌથી નાની આંગળી વિષે વાત કરવાના છે. જેનાથી તમને ખબર પડી જાય છે કે તમારું ભવિષ્ય શું હસે. તો ચાલો જાણીએ તેના વિષે. હસ્તરેખા શાસ્ત્ર ના નિષ્ણાંતો મુજબ હાથ ની ચાર આંગળીઓ માંથી સૌથી નાની એટલે કે ટચલી આંગળી નું મહત્વ સૌથી વધુ હોય છે.

કારણ કે આ આંગળી માનવી વિશે ના ઘણા રસપ્રદ રહસ્યો ને ઉજાગર કરી આપે છે.જો કોઈ માનવી ની ટચલી આંગળી ના ત્રણ વેઢાં માંથી સૌથી પ્રથમ ભાગ વધુ લાંબો હોય તો તે માનવી સદેવ આકર્ષણ નું કેન્દ્ર બને છે. આવા વ્યક્તિઓ કોઈપણ જગ્યાએ જાય છે તો ત્યાં સરળતા થી અન્ય લોકો ને પોતાની તરફ આકર્ષિત કરી લેતાં હોય છે.

જો માનવી ના હાથ ની સૌથી નાની આંગળી ના વચ્ચે વેઢાં ની લંબાઈ બીજા બે કરતાં વધુ હોય તો આવા માણસો નો સ્વભાવ લાગણીશીલ હોય છે.જો કોઈ વ્યક્તિ ની ટચલી નું સૌથી છેલ્લું વેઢું બીજા બે કરતા નાનું હોય તો આવા માણસો નો સ્વભાવ શ્રેષ્ઠ હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer