જો ચોરાઇ જાય તમારી આ વસ્તુઓ તો સમજવું તમારા પરથી સંકટ જતું રહેશે..

હિન્દૂ ધર્મના ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. અને લોકો એનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર પણ કરે છે. આવી જ એક માન્યતા અનુસાર ઘણા લોકો શનિ દેવના મંદિરમાં પોતાના બુટ ચંપલ મૂકીને જતા રહે છે કારણ કે એને શુભ ગણવામાં આવે છે.

પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો શનિવારના દિવસે આપમાં બુટ કે ચંપલ ચોરાઈ જાય તો આપણને શુ લાભ થઈ શકે છે? અને કેમ લોકો એવું માને છે કે ચામડાના ચંપલ કે બુટ ચોરાઈ જાય તો બધી જ તકલીફો એની સાથે દૂર થઈ જાય છે.

આપણે એવું ક્યારેય નથી ઇચ્છતા કે આપણી કોઈ વસ્તુ ચોરાઈ જાય, કોઈપણ વસ્તુની ચોરી આમ તો અશુભ જ ગણવામાં આવે છે. કોઈપણ પ્રકારની ચોરી આમ તો ધનની હાનિ જ ગણાય છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બુટ કે ચંપલનું ચોરી થવું શુભ માનવામાં આવે છે. એમાં પણ જો શનિવારે બૂટ કે ચંપલની ચોરી થાય તો એને વધુ શુભ માનવામાં આવે છે. જો શનિવારના દિવસે બૂટ કે ચંપલની ચોરી થઈ જાય તો એને સારો સંકેત માનવો જોઈએ.

એવુ માનવું જોઈએ કે બુટ અને ચંપલની સાથે સાથે તમારી તકલીફો પણ જતી રહી. જ્યોતિષશાસ્ત્ર માં શનિ ગ્રહને ક્રૂર અને એકદમ ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે. એટલે જો શનિ કોઈ વ્યક્તિની કુંડળીમાં વિપરીત દશામાં હોય તો તે વ્યક્તિ ગમે તેટલી તનતોડ મહેનત કરે તો પણ મહેનતનું જોઈએ એવું પરિણામ નથી મળતું.

આપણા શરીરના અંગો પણ ગ્રહોથી પ્રભાવિત થાય છે. શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે, ચામડી અને પગમાં શનિનો વાસ હોય છે, ચામડી અને પગને લગતી વસ્તુઓ શનિ માટે દાન કરવામાં આવે છે અને ચામડી અને પગને લગતા રોગો પણ શનિ સાથે સંબંધિત હોય છે.

ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત હોય છે, એટલે જો બુટ કે ચંપલ શનિવાર ના દિવસે ચોરી થઈ જાય તો એવું માનવામાં આવે છે કે હવે તકલીફો પણ ધીમે ધીમે ઓછી થઈ જશે.

જે લોકોને શનિવારના દિવસે બૂટ કે ચંપલ ચોરાઈ જવાના લાભ વિશે પહેલેથી ખબર છે. એ લોકો શનિ મંદિરે શનિવારના દિવસે જાતે જ પોતાના બૂટ ચંપલ મૂકીને આવે છે. જેથી કરીને એ બૂટ અને ચંપલની સાથે સાથે એમના જીવનની તકલીફો પણ દૂર થઈ જાય. અને શનિદેવની કૃપા એમના પર જળવાઈ રહે.

શનીદેવ જ્યારે પણ કોઈ વ્યક્તિ ને ફળ આપે છે ત્યારે તેની તે આકરી પરીક્ષા લેતા હોય છે. જો એ વ્યક્તિ પરીક્ષામાં પાસ થઈ જાય તો જ તે વ્યક્તિ ને શનીદેવ નું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો ચંપલ નું દાન કરે છે તેના ઉપર શનીદેવ ખુબજ ગુસ્સે થઈ જાય છે અને તે લોકો ને ખુબજ પરેશાનીઓ નો સામનો કરવો પડે છે.

એટ્લે જ જો તમારી આ વસ્તુ ક્યારેય પણ ચોરાઇ તો તમારે દુખી થવું જોઈએ નહીં. એવું કહેવામા આવે છે કે જો કોઈ વ્યક્તિ ના ચંપલ ચોરાઇ જાય તો તે લોકો ની પનોતી વઈ ગઈ એવું કહેવામા આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer