જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૦૬/૦૫/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

આ રાશિના લોકો નો વ્યવહાર કુશળ હોય છે. તમે કોઈ પણ પરિસ્થિતિમાં કાર્યને પૂરું કરવાની ક્ષમતા રાખશો. તમારી ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઈ પર નિયંત્રણ રાખવું. વિદ્યાર્થી એ સોશિયલ મીડિયા તથા મિત્રો સાથે હરવા-ફરવા માં પોતાનો સમય વ્યર્થ ન કરે. કારોબારમાં કોઈ સિદ્ધિ મળવા થી વધુ વિચાર ન કરીને તેના પર અમલ કરવો. વધુ ગુસ્સો કરવો તમારા સ્વાસ્થ્ય માટે નકારાત્મક સાબિત થઇ શકે છે. વાહન ચલાવતા સમયે ખૂબ સાવધાની રાખવી. શુભ અંક :- ૫ શુભ રંગ :- કેસરી

વૃષભ – બ, વ, ઉ (Taurus):

ઘરમાં કોઈ નજીકનું સંબંધી આવવાની ખુશી નું વાતાવરણ રહેશે. તથા કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વિચાર વિમર્શ થવાથી સમાધાન મળશે. જેમને કોર્ટ-કચેરી સંબંધિત વિષયો ઘણા સમય ચાલી રહ્યા છે તેની ઉપર કાર્ય કરવાનો આજે યોગ્ય સમય છે. ઘર ના કોઈ સભ્ય ના વિવાહિત જીવન માં કોઈ પ્રકારની પ્રોબ્લેમ ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ શાંતિપૂર્ણ રીતે તે સમસ્યાનો સમાધાન મેળવવાનો પ્રયત્ન કરવો. શુભ અંક :- ૧ શુભ રંગ :- નીલો

મિથુન – ક, છ, ઘ(Gemini):

તમે તમારા સકારાત્મક દૃષ્ટિકોણ દ્વારા કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહશો. સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. મોટા વડીલો નો આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ સંબંધી અથવા મિત્ર કોઈ પણ ની સલાહ આ પર ભરોસો ન કરીને પોતાની યોગ્યતા પર ભરોસો રાખવો. કાર્યક્ષેત્રમાં વિસ્તારની યોજના પર કામ શરૂ કરવામાં ઘણી હદે સફળતા મળી શકે છે. પારિવારિક સુખ શાંતિ બની રહેશે. સંતાન ના વિવાહ સંબંધિત ખરીદી માટે પારિવારિક લોકો સાથે વિચાર-વિમર્શ થશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- આસમાની

કર્ક – દ, હ(Cancer):

આજે સંતાન ની શિક્ષા કે કરિયર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય કરી શકો છો. પૈતૃક સંપત્તિ કે કોઈ પ્રકારના વિવાદ ઉકેલવા માટે યોગ્ય સમય છે. ઘરના સભ્યોમાં ચાલતા પ્રોબ્લેમ ને ઉકેલવા માં તમારૂ મહત્વપૂર્ણ યોગદાન રહેશે. કોઈપણ પ્રકારની ખરાબ આદત અથવા નકારાત્મક પ્રવૃત્તિ ના લોકોથી દૂર રહેવું. પિતા-પુત્ર વચ્ચે ઘરની કોઈ નાની વાતને લઈને વૈચારિક મતભેદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ચેલેન્જર્સ સામે આવી શકે છે. ખુદને સાબિત કરવા માટે ખુબ મહેનત કરવાની જરૂર છે. શુભ અંક :- ૫ શુભ રંગ :- પીળો

સિંહ – મ, ટ(Leo):

જે કાર્ય ઘણા સમય થી અટકેલ કાર્ય ને પૂરું કરવાનો આજે ઉચિત સમય છે. આજના દિવસે કોઈ નવી સિદ્ધિ તમારી રાહ જોઈ રહી છે અને તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા તેને પૂરું કરવામાં સક્ષમ રહેશે, પરંતુ ઘણીવાર જલ્દી અને વધુ ઉત્સાહ માં કામ બગડી શકે છે. તમારા ક્રોધ તથા આવેશ પર કાબૂ રાખવો. વિદ્યાર્થીઓને આજના દિવસે લક્ષ્ય પર નજર રાખવાની જરૂર છે. શુભ અંક :-૬ શુભ રંગ :- લાલ

કન્યા – પ, ઠ, ણ(virgo):

પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કાર્ય કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ બન્યો રહે છે. વિદ્યાર્થી તથા યુવા પોતાના અધ્યયન તથા કરિયર પ્રત્યે ફોકસ કરવું. કાર્યક્ષેત્રમાં પ્રગતિ સંબંધ કોઈ સારા સમાચાર મળશે. પતિ-પત્ની બંને એકબીજાની ભાવનાઓને સમજશે. ઘરમાં સારું વાતાવરણ રહેશે. તમારા ખાવા-પીવા તથા દિનચર્યા ને વ્યવસ્થિત રાખીને મોસમી બીમારીઓથી તમારો બચાવ કરી શકો છો. શુભ અંક :- ૯ શુભ રંગ :- ગુલાબી

તુલા – ર,ત(libra):

તમારો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તથા સારી વિચાર શૈલી તમને આગળ વધવામાં મદદ કરશે. ક્યારેક ક્યારેય આળસ અને નીરસતા ઉદભવી શકે છે. વ્યર્થ ખર્ચ પર કાબૂ રાખવો. પરિવાર માં સુખ શાંતિ વાળુ વાતાવરણ રહેશે, પરંતુ ઘરની સ્ત્રીઓ વચ્ચે કોઈ વાત ને લઈને મતભેદ થઈ શકે છે. આજ ના દિવસે કોઈ પણ પ્રકાર નો હસ્તક્ષેપ ન કરવો. જીવનસાથી ના સ્વાસ્થય સંબંધી ચાલી રહી સમસ્યા માં હવે સુધાર આવશે, પરંતુ અત્યારે બેદરકારી ન કરવી. શુભ અંક :- ૩ શુભ રંગ :- સોનેરી

વૃશ્ચિક – ન,ય(scorpio):

આ રાશિના લોકો આત્મનિર્ભર તથા સ્વાભિમાની હોય છે. તમે કર્મ અને પુરુષાર્થ ના માધ્યમથી કોઈ સિદ્ધિ મેળવવામાં સક્ષમ રહશો. સંતાનને વિદ્યા અધ્યયન થી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી ખુબ શાંતિ અને રાહત મળશે. પરંતુ ક્યારેક ક્યારેક વધુ જીદ રાખવી મુશ્કેલી ઉભી કરી શકે છે. તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવાર નો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. કોઈ જુના મિત્ર થી અચાનક મુલાકાત થઇ શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- મજેંટા

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

આજના દિવસે ગુસ્સો કરવાની જગ્યાએ શાંતિપૂર્ણ સ્વભાવ તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ઘરની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે તમે પ્રયત્ન કરતા રહેશો અને સફળ થશો. બાળકો પણ પોતાના અધ્યયન  પ્રત્યે ધ્યાન દેશે, પરંતુ આજના દિવસે સામાજિક અને રાજકીય કાર્યોથી થોડી દુરી રાખવી. કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે. આજના દિવસે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન દેવાની જરૂર છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- બદામી

મકર – ખ, જ(Capricorn):

આજે વિદ્યાર્થી તથા યુવાઓ તેનું લક્ષ્ય મેળવીને ખુબ ખુશ થઈ શકે છે. તમારા રુચિ વાળા કાર્ય તથા સારા પુસ્તક વાંચવામાં દિવસ વ્યતિત થશે. કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ના વ્યક્તિ ના આશીર્વાદ અને માર્ગદર્શન મળી શકે છે. તમે આત્મકેન્દ્રી થવાથી કેટલાક લોકો વચ્ચે તમારી આલોચના થઈ શકે છે. કોઈ આર્થિક મુશ્કેલી સામે આવશે. દાંપત્ય જીવન સારું રહેશે. ઓફિસ નો માહોલ શાંતિ ભર્યો રહેશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- લીલો

કુંભ – ગ, શ, સ(Aqarius):

જે સારા સમાચાર ને સાંભળવા તમે આતુર હતા, તે સારા સમાચાર તમને પ્રાપ્ત થઇ શકે છે. તમારા બધા કાર્યો યોજના મુજબ પૂરા થઈ શકશે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ડર્યા વગર તેનો સામનો કરવો. પરંતુ વધુ અપેક્ષા ન રાખવી. આજના દિવસે કોઈ વ્યક્તિ તમારી મજબૂરી નો ફાયદો ઉઠાવી શકે છે, તેથી સાવધાન રહેવું. માર્કેટિંગ સંબંધિત કાર્ય પૂરા કરવા માટે યોગ્ય દિવસ છે. ભાગદોડ રહેશે. પારિવારિક માહોલ સારો રહેશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- સફેદ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

જો કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તેના પર અમલ કરવાનો યોગ્ય સમય છે. કોઈ ધાર્મિક કે સામાજિક ગતિવિધિમાં ભાગ લેવા આમંત્રણ મળી શકે છે. પ્રોપર્ટી સંબંધી બિઝનેસમાં કોઈ મહત્વપૂર્ણ ડીલ થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે પારિવારિક સમસ્યાને લઈને બોલચાલ થઈ શકે છે. કમર દર્દ તથા પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા બનેલી રહેશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- લાલ

Leave a reply:

Your email address will not be published.

Site Footer