હિંદુ અને જૈન બે શરીર અને એક આત્મા ની જેમ છે. એમ પણ કહી શકિએ કે એક કુળ ના બે ધર્મો છે હિન્દુ અને જૈન. જૈન અને હિન્દુ ધર્મ એક જ ભૂમિ પર ઉત્પન્ન થયેલા છે અને વિકસ્યા છે તેથી બન્ને ની એક જ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ રહી છે. બન્ને એક જ વૃક્ષ ની બે શાખાઓ ની જેમ છે. જોકે બન્ને ના દર્શન અલગ છે પણ આ ભિન્નતા ધ્યાનથી જોશો તો ગાયબ થઈ જશે. ચાલો જાણીએ કેવી રીતે બન્ને ધર્મો અલગ હોવા છતા પણ કેવી રીતે એક જેવા છે.
પહેલુ રહ્સ્ય : ભગવાન વિષ્ણુએ ઋષભદેવ ના રૂપે ૮મો અવતાર લિધો. ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તિર્થકર હતા. ઋષભદેવ મહારાજ નાભિ અને મેરુદેવીના પુત્ર હતા. બન્ને દ્વારા કરવામા આવેલા યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સ્વયં પ્રકટ થયા અને તેમણે મહારાજ નાભિ ને વરદાન આપ્યુ કે હુ તમારે ત્યા પૂત્ર સ્વરુપે અવત્તાર લઈશ. તેના બે પુત્રો ભરત અને બાહુબલી તેમજ બે પુત્રીઓ બ્રાહ્મી અને સૂંદરી હતી. ભગવાન ઋષભદેવ સ્વયંભુ મનુ ની પાંચમી પેઢી ના સંતાન હતા.
બીજુ રહસ્ય : જૈન ધર્મ ના ૨૧ મા તિર્થકર નમિ વિશે ઉલ્લેખ છે કે તે મિથિલાના રાજા હતા. તેમને રાજા જનક ના પૂર્વજ માનવામાં આવે છે. રાજા જનક ભગવાન રામ ના સસરા હતા. મહાભારત ના શાંતિપર્વ મા કહેવામાં આવ્યુ છે કે – મિથિલ્યા પ્રદિપ્તાયાં નમે કિચ્જન દહ્યતે. એ સૂત્ર પરથી પ્રતિત થાય છે કે રાજા જનક ની વંશ પરંપરા ને વિદેહી અને અહિંસાત્મક પરંપરા કહેવામાં આવતી હતી. વિદેહી અર્થાત દેહ થી નિર્મોહ કે જીવનમુક્ત ભાવ. નમિ ની આ પરંપરા મિથિલા રાજવંશ મા જનક સુધી જોવા મળે છે. નમિનાથ ના પિતાનુ નામ વિજય અને માતાનુ નામ સુભદ્રા હતુ. તેમનો જન્મ ઇક્ષ્વાકુ કુળમાં શ્રાવણ માસ ના કૃષ્ણપક્ષ ની આઠમ ના દિવસે મિથિલાપુરી મા થયો હતો. નમિનાથ એ અષાઢ માસ ની આઠમ ના દિવસે દિક્ષા ગ્રહણ કરી અને માગશર મહિના ની એકાદશી એ તેમને કૈવલ્ય જ્ઞાન ની પ્રાપ્તિ થઈ. વૈશાખ મહિનાની દશમી એ તેમનુ સમ્મેત શિખર પ્રસ્થાન થયુ.
ત્રીજુ રહસ્ય : ૨૨માં તિર્થકર નેમિનાથ ના પિતાનુ નામ રાજા વિજય અને માતાનુ નામ સુભદ્રા દેવી હતુ. તેમનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ ની પાંચમ ના દિવસે શૌરપુરી (મથુરા) મા યાદવ વંશ મા થયો હતો. શૌરપુરી ના યાદવવંશી રાજા અંધકવૃષ્ણી ના મોટા પુત્ર સમુદ્રવિજય ના પુત્ર હતા નેમિનાથ. અંધકવૃષ્ણી ના સૌથી નાના પુત્ર વાસુદેવ નુ સંતાન એટલે ભગવાન શ્રીકૃષ્ણ. આ પ્રકારે નેમિનાથ અને શ્રીકૃષ્ણ બન્ને પિતરાઇ ભાઇઓ હતા.
ચોથુ રહસ્ય : પવિત્ર નગરી અયોધ્યા જૈન અને હિન્દુ ઓ એમ બન્ને ધર્મો માટે તિર્થસ્થળ છે, કેમકે અહિં ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો અને અહિ જ જૈન ધર્મ ના તિર્થકર ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન, સુમતિનાથ અને અનંતનાથજી નો જન્મ થયો હતો. પાર્ષ્વનાથ અને સુપાર્ષ્વનાથ નો જન્મ વારાણસી મા થયો હતો, તે પણ બન્ને ધર્મોનુ મોટુ તિર્થસ્થળ છે.
પાંચમુ રહસ્ય : ભગવાન રામનો જન્મ ઇક્ષ્વાકુ કુળ મા થયો હતો. આ કુળ મા જૈન તિર્થકર શાંતિનાથ નો પણ જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ યદુવંશ મા થયો હતો અને આ વંશ મા જૈન તિર્થકર નેમિનાથ નો પણ જન્મ થયો હતો, તિર્થકર પુષ્પદંત ની માતા રમારાણી ઇક્ષ્વાકુ વંશની જ હતી. વૈવસ્વત મનુ ના ૧૦ પુત્રો માથી ૧ નુ નામ ઇક્ષ્વાકુ હતુ. ઇક્ષ્વાકુ એ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ પ્રકારે ઇક્ષ્વાકુ કુળ ની સ્થાપના થઈ. એવુ પણ કહેવામા આવે છે કે ઇક્ષ્વાકુ ના ૩ પુત્રો હતા- કુક્ષિ, નિમી અને દંડક.