શું હકીકતમાં ગૌતમ બુદ્ધના પૂર્વજ પ્રભુ શ્રી રામ છે ?

ગૌતમ બુદ્ધનો જન્મ ઈસા થી ૫૬૩ વર્ષ પહેલા નેપાળમાં થયો હતો. તેમનું જન્મ નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું હતું. તેમના પિતા શુધ્ધોદન કપિલવસ્તુ ના રાજા હતા. સિદ્ધાર્થની માતા ગોમતીએ તેમને મોટા કર્યા હતા. કારણ કે સિદ્ધાર્થના જન્મના ૭ દિવસ પછી જ તેમની માતા મૃત્યુ પામી હતી. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ છે અને ગૌતમ તેમનું ગોત્ર હતું. શાકય વંશમાં જન્મેલા સિદ્ધાર્થ ના ૧૬ વર્ષની ઉંમરે દંડ્પાની શાકય ની કન્યા યશોધરા ની સાથે લગ્ન થયા. અને તેમણે એક પુત્ર પણ થયો જેમનું નામ રાહુલ રાખવામાં આવ્યું હતું.

શું ગૌતમ બુદ્ધના પૂર્વજ પ્રભુ શ્રી રામ હતા?

કહેવાય છે કે રામના પુત્ર લવ અને કુશ માંથી કુશનો વંશ જ આગળ વધી શક્યો હતો. અને તેમના વંશ માં જ આગળ જતા શલ્ય થયા, જે કુશની ૫૦ મી પેઢી માં મહાભારતમાં ઉપસ્થિત હતા. અને એ શલ્ય ની ૨૫ મી પેઢી માં ગૌતમ બુદ્ધ થયા. તેમનો ક્રમ આ મુજબ દર્શાવવામાં આવે છે.

શલ્ય પછી બહત્ક્ષય, ઉરુક્ષય, બત્સદ્રોહ, પ્રતિવ્યોમ, દિવાકર, સહદેવ, ધ્રુવાશ્ય, ભાનુરથ, પ્રતીતાશ્વ, સુપ્રતીત, મરુદેવ, સુનક્ષત્ર, કીન્નરાશ્રવ, અંતરીક્ષ, સુષેણ, સુમીત્ર, બૃહ્દ્રજ, ધર્મ, કૃત્જ્જય, વ્રાત, રણજ્જ્ય, સંજય, શાકય, શુદ્ધોધન, અન્વે પછી સિદ્ધાર્થ થયા. જે આગળ જતા ગૌતમ બુદ્ધ કહેવાયા. એ જ સિદ્ધાર્થના પુત્ર રાહુલ હતા. રાહુલ પછી પ્રસેનજીત, ક્ષુદ્રક, કુલક, સુરથ, સુમીત્ર થયા. આ રીતનો ઉલ્લેખ શાક્યવંશી સમાજ ની પુસ્તિકા માં જોવા મળે છે. શાકયવાર સમાજ પણ એવું જ માને છે.

કુશ વંશના રાજા સીરધ્વજ ને સીતા નામની પુત્રી થઇ, સૂર્ય બંશ પણ તેની આગળ વધ્યો જેમાં કૃતિ નામના રાજાનો પુત્ર જનક થયો જેણે યોગ માર્ગનો રસ્તો અપનાવ્યો હતો. કુશ વંશ થી જ કુશવાહ, મોર્ય, સેની, શાકય સંપ્રદાય ની સ્થાપના માનવામાં આવે છે, જો કે આજે પણ એ એક શોધનો વિષય જ છે.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer