જાણો જગન્નાથ પુરીની રથયાત્રા નું રહસ્ય

ભગવાન જગન્નાથના ભક્તો માટે આજે પ્રસન્નતાનો મોકો હશે જેમાં ભગવાન જગન્નાથ યાત્રાએ નિકળશે અને ભક્તોને સામેથી દર્શન આપશે. આપણે ત્યાં આજકાલ અનેક શહેરોમાં રથયાત્રા નિકળે છે જેમાં સૌથી પ્રાચીન રથયાત્રા છે પુરીની.

પૌરાણિક કથાઃ હરિવંશ પુરાણ, પદ્મપુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે, જ્યારે બહેન સુભદ્વા તેમના પિયર પધાર્યા ત્યારે તેમણે બન્ને ભાઇઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા પર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી એ ખુશીમાં આ રથયાત્રા ઉત્સવ મનાય છે. આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાંખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા. એ સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે. જગન્નાથપુરીની રથયાત્રા ક્યારથી નીકળે છે એ વિશે કોઈ સ્પષ્ટ વર્ષ આંકી શકાય તેમ નથી, પરંતુ રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં લખાયેલ ગ્રંથ ત્રિસખ્ય જગન્નાથ માહાત્મ્યમાં જોવા મળે છે.

પુરી સિવાય બીજી કઈ જગ્યા પર રથયાત્રા નીકળે છે.

  • જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ભારે પ્રસિદ્ધ છે. આ રથયાત્રા 140 વર્ષથી નીકળે છે.
  • તમિલનાડુમાં પણ રથયાત્રાના પ્રસંગની ઉજવણી થાય છે.  કેરળમાં આ જ પ્રસંગ જરા અલગ રીતે ઉજવાય છે. અહીં શિવ-પાર્વતીની રથયાત્રા નીકળે છે.
  • નેપાળમાં ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે.
  • લંડનમાં પણ ઈસ્કોન સંપ્રદાય દ્વારા રાધા-કૃષ્ણની રથયાત્રા નીકળે છે.
  • ભાવનગરમાં ચાળીશ વર્ષથી અમદાવાદ અને પુરીની માફક રથયાત્રા નીકળે છે.
  • પ્રભુ જગન્નાથને આંખનો રોગ લાગ્યો હતો. રોગ મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતા તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો. કારણકે મગ અને જાંબુ આંખના રોગમાં રાહત આપે છે. જેથી રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે.

વૈજ્ઞાનિક કારણ

અષાઢી બીજ એ ચોમાસાના શરૂઆતનો સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ વધારે પ્રમાણમાં હોય છે. આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય. કારણ કે પુરાણ કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે. અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતાં પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. કારણ કે, આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી છે.

પુરી મંદિર સાથે જોડાયેલી રસપ્રદ ઘટનાઓ

  • પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે.
  • પુરીના કોઇપણ ક્ષેત્રમાંથી મંદિર ઉપરના સુદર્શનચક્રને નીહાળી શકાય છે.
  • સામાન્ય રીતે હવા સમુદ્વથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ હવા જાય પરંતુ જગન્નાથ પુરીમાં આ ઘટના તદ્દ્ન વિપરિત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer