કઈ કલ્પનાઓથી જન્મી છે ધાર્મિક માન્યતાઓ અને રીતિ રીવાજ?

ધર્મ ના સુખદાયક હાથ લાખો વ્યથિત લોકો ના સૌથી ખરાબ ભય ને શાંત કરી શકે છે. તે ભય જે ઘણા લોકો નું જુનુન છે અને આસાનીથી લાખો લોકો ની જિંદગીઓ બરબાદ કરી શકે છે. માણસ ભલે જ ભગવાન ની રચના છે પરંતુ ધર્મ, સંતો, દાર્શનિકો અને પૈગંબરો ની રચના છે. વાત તો એ છે કે જે પ્રકારે નશ્વર મનુષ્ય ના હાથ માં પાંચ આંગળીઓ છે, બિલકુલ એ પ્રકારે મહાન ધર્મ ના પણ અલગ અલગ રીતો છે.

૧. સૌથી નાની આંગળી દરેક ધર્મ નો આધ્યાત્મિક સાર છે. માનવ જાતી હંમેશાથી એ જાણવા માંગે છે કે તે ક્યાંથી આવ્યો છે અને મર્યા પછી લોકો ક્યાં જાય છે. બધા ધર્મો નો સાર આ શોધખોળ જ છે જે એના જીવન અને ઘણી બધી અવધારણાઓ શામિલ છે જેમ કે મોક્ષ, કામ, પાપ નૈતિક વ્યવહાર ને પ્રેમ ની તાકાત અને એ પણ માનવામાં આવે છે કે આ બધી વસ્તુ એક મનુષ્ય ની આત્મા ને જીવિત અને મૃત બંને અવસ્થા માં એક સારા સંસાર ની બાજુ લઇ જાય છે. આ સમાનતાઓ બધા ધર્મો માં છે.

૨. ધર્મ ની બીજી રીત માં રીતિરીવાજ અને પરંપરાઓ છે. બધા ધર્મો માં ઘણી બધી પરંપરાઓ છે જે સતત વિકસિત સમાજ નો હિસ્સો બની રહ્યો છે. ભૌગોલીકતા, જળવાયુ અને આર્થિક આધાર પર એના ઘણા આકાર છે, જે સંસ્કૃતિઓ ની વચ્ચે ભિન્નતા પૈદા કરે છે. બધા સમાજો માં શરદ અને વસંત ઋતુ ના આગમન પર તહેવાર મનાવવામાં આવે છે. ધીરે ધીરે આ એના વિશ્વાસ નો હિસ્સો બની ગયો.  

૩. ધર્મ ની સૌથી મોટી રીત રાજનીતિ છે. બધા ધર્મો નો જન્મ અને વિકાસ છીટ-પુટ માન્યતાઓ અને રાજનીતિક સંરક્ષણ માં પળી રહેલા વિશ્વાસો થી થયો છે. રાજાઓ એ પુજારીઓ ની ફોજ ને સમર્થન આપ્યું કારણ કે કોઈ શાશક માટે ભગવાન ના નામ પર કોઈ નશ્વર મનુષ્ય ના પ્રાણ નું બલિદાન માંગવું આસન થઇ જતું હતું.

૪. દરેક ધર્મ નો ચોથો સ્તંભ કર્મકાંડ અને પરંપરાઓ છે, જે બ્રાહ્મણ વર્ગ ને પ્રોત્સાહન આપે છે અને લોકો ને એના ધર્મ ને માનવા માટે સમજાવે છે. આ પ્રાર્થનાઓ, તીર્થયાત્રાઓ, ઉપવાસ, ધ્યાન, મંત્ર જાપ, ભક્તિ ગીત અને બલિદાનો નું મિશ્રણ છે.

૫. ધર્મ નો સૌથી અંતિમ આયામ અંધવિશ્વાસ છે. લોકો એમના પુજારીઓ પર વિશ્વાસ કરે છે કારણ કે એને વિશ્વાસ છે કે અમુક શબ્દો અને કામ થી ભગવાન એની સાથે સારું અથવા ખરાબ કરી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer