જગન્નાથ રથ યાત્રા: ભક્તો વિના જ ભગવાનને નીકળવું પડ્યું નગરચર્યાએ, લોકોએ ઘર અને પોળના નાકેથી કર્યા ભગવાનના દર્શન

અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાન , ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વર્ષમાં એક જ વાર નગરચર્યાએ નીકળતા હોય છે જે વર્ષો જૂની પરંપરા છે. સુરતમાં છ સ્થળે ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન, અમરોલીના લંકાવિજય મંદિર, સચિન જગન્નાથ મંદિર, પાંડેસરાના જગન્નાથ અને મહિધરપુરાના ગોળીયા બાવા મંદિરની રથયાત્રા છેલ્લા કેટલાક વર્ષોથી કાઢવામાં આવે છે.

કોરોનાને કારણે ભારે વિવાદ બાદ આ વર્ષે રથયાત્રાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે હવે શહેરભરમાં કરફ્યૂ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નિકળવાના છે. અમદાવાદના જગન્નાથજીના મંદિરથી ભાઈ બલરામજી, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથની પરંપરાગત રૂટ ઉપર રથયાત્રા યોજાઈ છે .

મુખ્મંત્રીશ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્મંત્રીશ્રી નીતિન પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્મંત્રીશ્રી વિજય રૂપાણીએ સતત ચોથી વખત આ પહિન્દ વિધિ કરી છે. ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રા રદ થતા પહિન્દ વિધિ પણ કરવામાં આવી ન હતી.

વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી અમદાવાદના રસ્તાઓ પર ભક્તોને દર્શન આપવા સામેથી ચાલીને આવે છે. નગરચર્યા દરમિયાન ભક્તો પણ ભાવ વિભોર થઈને ભગવાનનું ઠેરઠેર સામૈયું કરે છે, ફુલ, ચોખા, પૈસા, કંકુ, અબીલ, ગુલાલ અને સિંદુરથી વગેરે થી વધાવે છે.

રથયાત્રામાં ભગવાનના દર્શન કરીને અને પ્રસાદ ગ્રહણ કરીને ભક્તો ધન્ય થઈ જાય છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રાનો બીજો નંબર આવે છે. જેથી અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે.

કોરોનાને કારણે સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ભક્તો વગરની આ રથયાત્રામાં દર વર્ષની જેમ ઠેરઠેર સામૈયું કે વધામણા નહીં થાય જેથી તમામ ભક્તોને અને અમદાવાદવાસીઓને પણ ઘરમાં બેસીને રથયાત્રાના દર્શન કરવા પડ્યા હતા .

રાજ્ય સરકારે આ વર્ષે કોરોનાને કારણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે પણ ભગવાનનો રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યો હતો, અને ભક્તો સામેલ ન થઈ શક્યા હતા.

પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાથી પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે એ તમામ રૂટ પર કર્ફ્યુ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાદવામાં આવ્યો છે. પાંચ કલાકના સમયગાળામાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજમંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer