વડોદરા શહેરમા મામલતદાર કચેરીના ફૂટપાથ પર પથારાધારકે ડુંગળી મફતમાં આપવાનું ના કહી દેતા પોલીસે તેને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. જ્યારે તેણે ફરિયાદ નોંધાવવા ગયો તો માસ્ક ન પહેરવા અને ફરજમાં રૃકાવટ બદલ કલમ લગાડવામાં આવી.
તે જ દિવસે મોડી રાત્રે પોલીસે છોડી દીધો હતો અને વિવાદ વધી જતા સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા. ઉત્તરપ્રદેશ મૂળ નો વ્યક્તિ ગણેશ સોનકર સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીના ફૂટપાથ પર ડુંગળી, બટાટા અને મગફળીની રેકડી ચલાવી ગુજરાન ચલાવે છે.
તેના જણાવ્યા પ્રમાણે, પોલીસના જવાનો ને મફતમાં આપવાનું ના પાડતા તેને ઢોરમાર માર્યો હતો. બે દિવસ પહેલાં ત્યાં આવેલા પોલીસકર્મચારીઓએ 1 કિલો મગફળી મફતમાં લઇ લીધી હતી અને પૈસા આપ્યા વગર વિના રવાના થયા હતા.
જોકે બુધવારે તેઓ પાછા પરત આવ્યા હતા અને 20 કિલો ડુંગળી મફત માગી હતી. બાકી રકમ આપવાનું કહેતાં જવાનો ઉશ્કેરાય ગયાં. ડુંગળીની પડતર કિંમત આપવા જણાવતાં જ જવાનોએ તેને પૈસા નથી એમ કહ્યું હતું અને માર માર્યો હતો.
માર માર્યા બાદ પોલીસ તેને સમા પોલીસ મથક ખાતે લઇ આવી હતી, જ્યાં તેની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે માસ્ક નહીં પહેર્યું હોવાનું અને પોલીસની કામગીરીમાં અડચણ રૂપ થયો હોવાનો ગુનો નોંધી તેની જ ધરપકડ કરી હતી.
પોલીસના મત મુજબ ગણેશે માસ્ક નહીં પહેર્યું હોવાથી પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈએ તેનો પ્રથમ ફોટો પાડી માસ્ક પહેરવા કહ્યું હતું, પરંતુ તેણે પોલીસની કામગીરીમાં અવરોધ ઊભું કરતાં ફરજ માં રૃકાવટ નો કેસ કરી કાર્યવાહી કરી છે. વાઈરલ વીડિયો-આક્ષેપની તપાસ કરી કાર્યવાહી કરશે. એવું ACP ભરત રાઠોડ એ જણાવ્યું હતું.