કળયુગમાં ભગવાનની પ્રાપ્તિનો એક માત્ર આધાર છે એમના નામનો જાપ. આમ તો નવરાત્રીમાં માતાની પૂજા વિધિ અને ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ જો તમે આવી વિસ્તાર પૂર્વક પૂજા ના કરી શકતાં હોવ તો અહીં જણાવેલી વાતોને ધ્યાનમાં રાખીને સરળતાથી માતાજીની ઉપાસના કરી શકો છો. ભગવાનના પામવાની પ્રથમ શરત છે મનની નિર્મળતા ભગવાનને પ્રાપ્ત કરવાની સૌથી મોટી શરત છે મનની નિર્મળતા અને એમના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. આ વાત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે 18માં અધ્યાયના અંતમાં શરણાગતિ પર લાવીને જ સમજાવી છે.
એ જ રીતે શ્રી રામચરિતમાનસના સુંદરકાંડની એક ચોપાઈમાં કહેવાયું છે કે- નિર્મળ મન જન સો મોહિ પાવા. મોહિં કપટ છલ છિદ્ર ન ભાવા એટલે કે સરળ મનથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે અને એમને છળ કપટ જરાય પસંદ નથી. દુર્ગાસપ્તશતીમાં માતાજી 32 નામ વર્ણવેલા છે. પઠેત સર્વભાયાંનમુક્તો ભવિષ્યતિ ન સંશય: અર્થાત માતાના 32 નામોનો જે જાપ કરે છે એના ભવિષ્ય વિશે કોઈ સંશય નથી રહેતો.
ॐ ऐं ह्लीं क्लीं चामुण्डायै विच्चे આ મા દુર્ગાનો મુખ્ય બીજ મંત્ર છે. તમે માત્ર આ મંત્રનો જ જાપ કરશો તો પણ એમનો આશીર્વાદ પ્રાપ્ત થઇ જશે. માતાના 108 નામ દુર્ગાશપ્તશતીમાં લખેલા છે.
માં અંબાનો જાપ સરળ છે જો તમારું સંસ્કૃત નબળું હોય તો તમે આ નામોને હિંદીમાં વાંચી શકો છો. આનાથી પણ ઇચ્છીત ફળ પ્રાપ્ત થશે. એ જ રીતે જય મા દુર્ગા કે જય મા અંબે પણ મહાનામ છે. એક મહત્વપૂર્ણ બાબત છે માતાજીની આરતી. જો પૂજામાં મંત્રના ઉચ્ચારણમાં કોઈ ભૂલ થાય તો આરતી આ બધાને માફ કરી દે છે. આરતીની થાળી સનાતન ધર્મમુજબ આવશ્યક દૃવ્યો મુકેલી હોય છે. યાદ રાખો કે દીવો પ્રજ્વલિત હોય ત્યારે જ કપૂરની આરતી થવી જોઈએ. આરતીના સમાપનમાં માતાની ક્ષમાયાચના કરો સાથે જ મનોકામના પૂર્ણ થાય એ માટે મંત્ર અવશ્ય બોલો.
देहि सौभाग्य मारोग्यम देहीमें परमम सुखम
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि।
આ મંત્રમાં સૌભાગ્ય આરોગ્ય જય વિજય અને દોષોના શમન જેવી બધી મનોકામનાનો સમાવેશ થયેલો છે. તમે દેવીને પોતાની ઇચ્છા કહીને વરદાન માગી શકો છો.