કોંગ્રેસ ના જગદીશ ઠાકોરે ઉગ્ર શૈલીમાં પ્રહાર કરતા કહ્યું- વાઇબ્રન્ટમાં 25000 ની ડિશ અને યુવાનોને 50 રૂ. ની શાકપુરી નથી ખવરાવી શકતા, નફફટના પેટના…

રાજ્યમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજીનામાં આપ્યા બાદ નવી નિમણૂંક અંગે વિવાદ બાદ 3 ડિસેમ્બરે કોંગ્રેસેઆક્રમક નેતાની ઈમેજ ધરાવતા જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા હતા.

ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ યોજાયો હતા. જેને લઇ અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધીભવન ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પણ જગદીશ ઠાકોરે વિરોધીઓ પર તૂટી પડ્યા હતાં. ” માત્ર એટલું જ નહીં, આ વાઇબ્રન્ટમાં 25000ની ડિશ ખવડાવે છે અને અમને 50 રૂપિયાનું પુરીશાક ખવડાવી શકતા નથી. નફ્ફટના પેટના. ” એવું કહ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન જગદીશ ઠાકોરની આક્રમકતાં જોવા મળી હતી. તેઓ દરેક વાતમાં ભાજપ પર પ્રહાર કરતા અને કોંગ્રેસની એકતા બતાવી રહ્યાં હતા .

યુવાનોની વાત કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે, પોલીસ કોન્સ્ટેબલ-PSIના ફોર્મ ભરાયા અને અમે પૂછ્યું ક્યાં રહો છો કે શું વ્યવસ્થા છે?તો કહ્યું અમે રેલવે અને એસટીના પ્લેટફોર્મ રહીએ છીએ.

મંદિરના ઓટલે પડ્યાં રહીએ, ગરીબ મા-બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા અને નોકરી લેવાનો વારો આવ્યો ત્યારે તમને આ વાઇબ્રન્ટમાં 25000ની ડિશ ખવડાવો છે અને અમને 50 રૂપિયાનું પુરીશાક નથી આપી શકતા. નફ્ફટના પેટના.

Leave a reply:

Your email address will not be published.

Site Footer