તાજેતરમાં બ્લેક ફંગસના કેસો વધતા એમ્સના ડિરેક્ટર જણાવ્યું હતું કે દેશમાં સ્ટીરોઈડ ના મનમાંફક ઉપયોગથી બ્લેક ફંગસ ના કેસો વધ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે બ્લેક ફંગાસ દર્દીની સારવાર તાત્કાલીક ધોરણે ન કરવામાં આવે તો તે જલદી જ પુરા શરીરમાં ફેલાઇ જાય છે
અને દર્દીનું મૃત્યુ નિશ્ચિત હોય છે . બીજી લહેર માં કોરોના ના ડરને કારણે લોકોએ વધુ માત્રામાં સ્ટીરોઈડ લઈ લીધેલા છે જેના કારણે black fungus ના કેસો વધી રહ્યા છે . જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સ્પર્શ કરવાથી આ ફંગસ એ બીજા વ્યક્તિને ચેપી થાય છે?
ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે ફંગસ નો ચેપ સ્પર્શ થી ફેલાતો નથી. એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય તેવો નથી. તેમણે કહ્યું હતું કે આ બીમારીમાં રિકવર થવામાં વધુ સમય લાગે છે ,
જ્યારે કોરોના માં રિકવર થવામાં સમય લાગતો નથી . આ ઉપરાંત તેમણે અન્ય એક વધુ કારણ એ પણ જણાવ્યું હતું કે સારવાર દરમિયાન લેવામાં આવેલા ઓક્સિજન ઠંડુ હોય તો દર્દી માટે ઘાતક બાબત સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે જો બે થી ત્રણ અઠવાડિયા માટે એક જ માસ્ક નો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ બ્લેક ફંગસ કેસ વધવાની શક્યતા છે. તમને ઓછું કરવા માટે એન્ટિ ફંગલ દવા postponazole આપી શકાય છે.
તેનાથી બચવા માટે હાઈપરગ્લાયકેમિઆને નિયંત્રિત કરો, કોવિડ -19 હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી બ્લડ સુગર ચકાસો, સ્ટેરોઇડ્સ લેવાનું સમય અને માત્રા ધ્યાનમાં રાખો., ઓક્સિજન ઉપચાર કરતી વખતે હ્યુમિડિફાયરમાંથી પાણીને સાફ કરો , એન્ટિબાયોટિક્સ અથવા એન્ટિફંગલ્સ દવાનો યોગ્ય રીતે ઉપયોગ કરો.
તેના લક્ષણો માં 1 આંખો / અથવા નાકની આસપાસ પીડા અને લાલાશ, તાવ, ખાંસી , શ્વાસ લેવામાં તકલીફ , લોહીની ઊલટી , અનકંટ્રોલ ડાયાબીટીસ , બદલાયેલી માનસિક સ્થિતિ વગેરે છે.