ભારત જ નહિ આખા વિશ્વમાં કોરોનાના કહેરની વચ્ચે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસનો કહેર પણ દેખાવા લાગ્યા છે ત્યારે હવે ભારત માં સૌ પહેલો કેસ યેલો ફંગસનો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યેલો ફંગસનો પહેલો કેસ જોવા મળ્યો છે. યેલો ફંગસ, બ્લેક અને વ્હાઇટ ફંસગ કરતાં પણ વધારે ખતરનાક છે. આ લક્ષણને મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)નું નામ આપવામાં આવ્યું છે.
ગાઝિયાબાદમાં આવ્યો પહેલો કેસ :- ભારત દેશના ગાઝિયાબાદમાં યેલો ફંગસનો કેસ સામે આવ્યો છે. દર્દીની ઉંમર 34 વર્ષ છે અને તેને પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. ઉપરાંત તેને ડાયાબિટીસની બિમારી પણ છે. ડોક્ટર નું કહેવું છે કે ડાયાબિટીસ ને કારણે આ થયું છે.
યલો ફંગસના મુખ્ય લક્ષણો :- યેલો ફંગસ એક ઘાતક બીમારી છે જે હવે ભારત દેશમાં આવી ગઈ છે કારણ કે તે આંતરિક રીતે થાય છે. તેના લક્ષણોમાં સુસ્તી, ભુખ ઓછી લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટી જવું. જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ તે ઘાતક થતું જાય છે. ઘામાંથી પરું નીકળવું અને ઘા સાવ નિરાતે રૂજ આવે.
યેલો ફંગસની મુખ્ય સારવાર :- મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)ના લક્ષણો છે સુસ્તી, ઓછી ભુખ લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટવું. ડોક્ટરે કહ્યું છે કે આ ગંભીર છે અને તમને એમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ દવાખાનામાં દાખલ થઈ જવું. તેની એકમાત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફંગલ છે. જે લેવું ખૂબ જ જરૂરી છે.
યેલો ફંગસનું મુખ્ય કારણ – સ્વચ્છતા ન હોવી :- ભારત ના ડોક્ટરો અનુસાર યેલો ફંગસ ફેલવાવનું કારણ સ્વચ્છતા ન રાખવી અથવા હોવાનું છે. માટે પોતાના ઘરમાં અને આસપાસ ચોક્કસ પણે હમેશા માટે સ્વચ્છતા રાખો. સ્વચ્છતા રાખવી જ આ બેક્ટેરિયા અને ફંગસનો વિકાસ રોકવામાં 100% મદદ કરશે. વાસી ખોરાકનો બને એટલો ઝડપથી નાશ કરવો જોઈએ.જે ખૂબ જ જરૂરી છે.
યેલો ફંગસથી કેવી રીતે બચશો :- ઘરમાં ભેજ કેટલો છે એ પણ મહત્ત્વપૂર્ણ છે માટે સમયાંતરે માપવું જોઈએ અને જો વધારે ભેજ હોય તો તે બેક્ટેરિયા અને ફંગસને વિકસવામાં સાથ આપી શકે છે. ભેજનું યોગ્ય પ્રમાણ 40% છે. ખૂબ જ વધારે પડતો ભેજ હોવાની તુલનામાં ખૂબ જ ઓછા ભેજનો મુકાબલો કરવો ખૂબ જ સહેલું છે. પાણીની ટાંકીમાં ભેજ ઘટાડવા અને સારી પ્રતિકારક સિસ્ટમ પણ તેની વધવાની સંભાવના ઘટાડી શકે છે. માટે બધા લોકો એ ખૂબ જ ધ્યાન રાખવું.