જાણો સફેદ દાગ દુર કરવાના ઉપાયો… જે તમે ક્યારેય સાંભળ્યા હશે નહિ

સફેદ ડાઘની સમસ્યા એટલે કે કોડ ની સમસ્યા એ ખુબજ જોવા મળે છે. આવા ડાઘ પડવાથી શરીર બગડી જાય છે અને સાવ ખરાબ લાગે છે. શરીર પર સફેદ ડાઘ થવાની સમસ્યાને આપણે ત્યાં કોઢ નું નામ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સની ભાષા મા તેને વીટીલીગો નામથી ઓળખવામાં આવે છે.આ એક ત્વચા ને લગતો રોગ છે.

ભારત દેશની અંદર અંદાજે 8 ટકા લોકોને આ પ્રકારની સમસ્યા છે.મોટેભાગે 20 વર્ષની ઉમરમાં જ આ રોગના લક્ષણો સામે આવે છે અને ૪૦ વર્ષ સુધીમાં આ રોગ વિકાસ પામે છે, ત્યારે હવે આ માટે ઘણાં એવા ઉપાય પણ છે જેનાથી તમને રાહત મળી શકે છે.

સફેદ દાગ એક પ્રકારની ત્વચાને લગતી સમસ્યા છે.જે કોઈપણ પ્રકારની એલર્જી અથવા તો ત્વચાની સમસ્યાના કારણે થઈ શકે છે. ઘણી વખત આ રોગ વારસાગત હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ધીરજની જરૂર પડે છે.શ્યામ વર્ણી ત્વચા ઉપર મેલેનીન નામનું દ્રવ્ય વધુ હોય છે. જેથી કરીને આવી ત્વચા ઉપર આ પ્રકારના દાગ-ધબ્બા વધુ માત્રામાં દેખાય છે.

કેટલીક વખત જોવા મળે છે કે લોકોના ચહેરા કે શરીર પર સફેદ દાગ થઇ જાય છે. તે થવાના ઘણા કારણો હોય શકે છે. જેમ મેલેનિન બનાવનારી કોશિકાઓનું નષ્ટ થવું, આનુવંશિકતા, કેલ્શ્યમની ઉણપ, વધારે તનાવ જેવા કારણો હોય છે.એવામાં તે ખૂબ પરેશાન રહે છે અને વધારે દવાઓનું સેવન કરે છે.

દવાઓની અસર થતા વાર લાગે છે. પરંતુ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જો તમે આ આયુર્વેદિક નુસખા નો ઉપયોગ કરો તો તમારા ચામડીનો રંગ ધીમે-ધીમે પહેલા જેવો જ બની જાય છે. તમે આ સમસ્યામાંથી કાયમી માટે છૂટકારો મેળવી શકો છો.સામાન્ય રીતે કોઢ થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.

જેમાંથી વિરુદ્ધ આહાર એ એક મુખ્ય કારણ બની શકે. છે ઘણા લોકો દૂધ અને દહીં ને એકસાથે સેવન કરતા હોય છે. જેથી કરીને લોકોને આ પ્રકારની સમસ્યા વધુ થતી હોય છે. ઘણા લોકો શરીરના કુદરતી આવેગોને રોકતા હોય છે, અને આમ કરવાથી પણ શરીરના ચામડી ઉપર તેની વિપરીત અસર પડે છે.અને આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.ઘણા લોકોને ઓઢણી આ સમસ્યા વારસાગત રુપે પણ મળેલી હોય છે.

તેનાથી એની અંદર જ આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, અને આથી જ આવા લોકોને વારસાગત રીતે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.પરંતુ જો કોઢ વાળા વ્યક્તિઓ નિયમિતરૂપે અખરોટનું સેવન કરે તો તેના કારણે તેના શરીરની અંદર રહેલ ઝેરી તત્વો ધીમે-ધીમે દૂર થઈ જાય અને વ્યક્તિને પોતાની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

કહેવાય છે કે જે જગ્યાએ અખરોટનું ઝાડ ઉગાડવામાં આવ્યું હોય તે ઝાડની આસપાસ તે જમીનને પણ કાળી કરી નાખે છે. તો આ અખરોટનું સેવન કરવામાં આવે તો તે તમારી ચામડી ને પણ પહેલાં જેવી કાળી કરી નાખે છે.સામાન્ય રીતે કાળી ચામડી ધરાવતા વ્યક્તિઓને આ પ્રકારની સમસ્યા વધુ થતી હોય છે.

જો લસણની પેસ્ટ ની અંદર થોડી હરડે ઘસી અને તેનો લેપ કરે તો પણ તેને આ સમસ્યામાંથી ધીમે-ધીમે રાહત મળે છે.આવા લોકો જો નિયમિત રૂપે છાશનું સેવન કરે તો તેના શરીરની અંદર રહેલા ઝેરી તત્વો દૂર થઈ જાય છે. અને કોઢની આ સમસ્યામાં રાહત મળે છે.હળદર એ સર્વશ્રેષ્ઠ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે.આથી જો હળદર ની અંદર થોડું સ્પિરિટ ભેળવી દિવસમાં ત્રણથી ચાર વખત આ પેસ્ટનો લેપ કરવામાં આવે તો તમારા ચામડીનો રંગ ધીમે ધીમે પહેલા જેવો જ થતો જાય છે.અને તમે ધીમે ધીમે કોઢની આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

સરસોના તેલમાં હળદર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને સફેદ દાગ પર લગાવી લો. જ્યાકે આ મિશ્રણ સૂકાઇ જાય તો તેને ઠંડા પાણીથી ધોઇ લો. પરંતુ સાબુનો ઉપયોગ બને તેમ ઓછો કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer