શું તમારા વાળ પણ ખરે છે?? તો માથામાં લગાડો ડુંગળીનું તેલ.. ખરતા વાળ ની સમસ્યા અટકી જશે

અત્યારે દરેક સ્ત્રી જે સમસ્યાથી પીડાઈ રહી છે તે છે સ્વસ્થ વાળ ન હોવા અને વાળ ખરવા. જો તમે દિવાળી સુધી અહીં જણાવેલી ટિપ્સ અજમાવશો તો વાળની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો. આજકાલ વાળ ખરવાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે.

પ્રદૂષણ, તણાવ અને અનિયમિત આહારને કારણે વાળની સમસ્યા સતત વધતી જઈ રહી છે. આ સમસ્યાઓને કારણે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે, વાળ પાતળા, સફેદ અને બેમુખવાળા થઈ જવા, ખરવા વગેરે જેવી અનેક તકલીફો સર્જાય છે.

જો તમે જુદા-જુદા નુસખા અજમાવીને થાકી ગયા છો અને તો પણ તમારા વાળ ખરતા બંધ નથી થઈ રહ્યા તો હેરાન થવાની જરુર નથી, કેમકે તમારે હજુ એક નુસખો અજમાવવાનો બાકી રહી ગયો છે. ડુંગળી જેને ફક્ત ખાવાથી જ ફાયદો નથી થતો, પરંતુ વાળમાં લગાવાવાથી પણ સારો ફાયદો થાય છે.

મોંઘા સ્પા ટ્રીટમેન્ટ લો એનાથી સારું રહેશે કે તમે એક વાર તમારા વાળમાં ડુંગળી લગાવીને જોવો. ડુંગળીને ઘણી સામગ્રીઓના સાથે મેળવીને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

ડુંગળીનો ઉપયોગ કરીને તમે પણ લાંબા ઘટાદાર વાળ કરી શકો છો,મળશે તેનાથી તુરંત જ ફાયદો.આપણા ભારતીય લોકોના રસોડામાં ડુંગળીનો ઘણો ઉપયોગ થાય છે ડુંગળી જે ભોજન નો સ્વાદ વધારે છે અને સાથે સાથે જો તમે લાંબા અને ઘટાદાર વાળ ઇચ્છતા હોવ તો તે તેમાં પણ ઉપયોગી છે.

ડુંગળીનો ઉપાય એક એવો ઉપાય છે જેનાથી તમને ચોક્કસ પરિણામ મળશે.તો જાણી લો ડુંગળીનો અસરકારક ઉપાય. ડુંગળીનો સ્વાદ માત્ર જીભ જ નહીં પણ વાળને પણ પસંદ આવે છે. ડુંગળીમાં સલ્ફર ભરપૂર પ્રમાણમાં હોઈ છે.

ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના સ્કાલ્પમાં બ્લડના ફ્લોને વધારે છે.જેના કારણે વાળનો ગ્રોથ વધે છે.ડુંગળીની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપટીઝ છે.તેનાથી વાળમાં થતું કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન થતું રોકાય છે.જેના કારણે વાળ ઝડપથી વધવા લાગે છે.

ડુંગળીના રસમાં કોલેજનનું પ્રમાણ વધારે હોય છે.જેનાથી વાળ પાતળા અને બેમોઢા વાળા થતા નથી અને જેનાથી તમારા વાળ હેલ્દી અને શાઈની બને છે. વાળ ખરવા માટેનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવન છે. જેથી  વાળ ખરતા રોકવા તણાવથી દૂર રહેવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે સ્ટ્રેસ ન આવે.

ઘણીવાર હવામાન બદલાતા વાળ ખરતા હોય છે, તે વખતે તમારે પોતાના વાળની કેયર કરવી જોઈએ. કોઈ મોટા ઓપરેશન, ઈન્ફેકશન અને લાંબા સમયની બીમારી હોય તો વાળ ખરી શકે. ડુંગળીને મિક્સરમાં પીસીને પેસ્ટ કરી લો તેને એક બાઉલમાં કાઢીને અને તેની અંદર નારિયેળ તેલ ઉમેરો તેને વાળના મૂળમાં અને વાળમાં લગાવો.

આ ઉપાય અઠવાડિયામાં 2 કે 3 વાર કરો તમને જકડી5 જ પરિણામ જોવા મળશે. તમે તેને બીજી રીતથી પણ કરી શકો છો ડુંગળીની છાલ કાઢીને તેને પીસીને તેમાં ઓલિવ ઓઇલ સાથે મીક્સ કરીને પેસ્ટ બનાવી લો આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધા કલાક પછી શેમ્પૂથી ધોઈ લો. તેનાથી તમને 2 મહિનાની અંદર જ ફરક જોવા મળશે.

જે લોકોના વાળ વાંકોડિયા અને કર્લી હોઈ છે તેમને સમસ્યા થાય છે તેમના વાળમાં ડુંગળીની પેસ્ટના કણ ફસાઈ જાય છે. જો કોઈને આવી સમસ્યા છે તો પેસ્ટને માથામાં લગાવતા પહેલા એક સુતરાઉ કાપડમાં લઈને તેમાંથી રસ નિતારીને વાળમાં લગાવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer