જાણો વધારે પડતું આ વસ્તુ પીવાથી થાય છે ઘણા ગેરફાયદાઓ..

કોરોના ના કારણે બધા જ લોકોએ ઉકાળો પીવાનું ચાલુ કરી દીધું હતું.  એવું કહેવામા આવે છે કે ઉકાળો ફ્ક્ત ઇમ્યુનિટી જ વધારે છે, પણ એવું નથી ઉકાળો આપણે ઘણી બધી બીમારીઓ થી પણ બચાવે છે. પણ શું તમને ખબર છે કે વધારે ઉકાળો પીવાથી આપણાં શરીર ને  પણ ઘણા નુકશાન થઈ શકે છે?

આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવાના છે કે ઉકળા ને ક્યારે, કેટલો ટાઈમ અને કેટલી માત્રા માં પીવો જોઈએ. નિષ્ણાતો મુજબ એવું કહેવામા આવ્યું છે કે ઉકાળા ની માત્રા શરીર ઉપર આધાર રાખે છે અને તે આયુર્વેદ દ્વારા નક્કી કરવામાં આવે છે. આયુર્વેદ માં આપણા શરીર ને વાત, પિત્ત અને કફ એમ ત્રણ ભાગ માં વહેચવામાં આવ્યું છે.

આયુર્વેદ મુજબ  આપણું  શરીર આ ત્રણ માથી કોઈ પણ એક પ્રવૃતિ નું હોય છે. તેના અભ્યાસ   દ્વારા તેનું સ્વરૂપ, તેની ખામી, તેની માનસિક સ્થિતિ અને તેની પ્રકૃતિ વિશે જાણી શકાય છે. વધારે ઉકાળો  પીવાથી આપણાં શરીર ને નુકશાન થાય છે. ઉકાળા બનાવવા માટે જેટલી  સામગ્રી ની જરૂર પડે છે તે બધી જ સામગ્રી થી આપણાં શરીર મા ગરમી ઉત્પન્ન થાય છે.

ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે તે સામગ્રી દ્વારા આપણાં શરીર મા બીજી સમસ્યા ઉત્પન્ન થાય જેમકે ગેસ,હરસ વગેરે . જો તમે રોજ ઉકાળો પિતા હોય અને તમને શરીર મા કોઈ પણ જાતના લક્ષણ દેખાઈ જેમકે નાકમાથી લોહી નીકળવા, પેશાબ કરવા મા મુશ્કેલી,મોઢા મા ચાંદી પડવી, ખાટ્ટા ઓટકાર આવવા અને ગેસ ની સમસ્યા જેવા કોઈ પણ લક્ષણ દેખાઈ તો તમે વધારે માત્રા મા ઉકાળા નું સેવન કરો છો.

ઉકાળો વાપરતી વખતે તેમની માત્રા મા ધ્યાન રાખવું જોઈએ. 50 મિલીલીટર થી વધારે ઉકળા નુ સેવન કરવું જોઈએ નહી. જો તમે 50 મિલીલીટર થી વધારે ઉકાળા નું સેવન કરશો તો તમને ઘણીબધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.

જ્યારે તમે ઉકાળો બનાવો ત્યારે 100 મિલીલીટર પાણીલો અને તેમાં ઉકળા ની સામગ્રી નાખી દો ત્યાર બાદ તે ઉકાળા ને થોડી વાર ગરમ થવા દો, થોડી વાર પછી તે 100 મિલીલીટર પાણી ઘટ્ટ થઈ ને 50 મિલીલીટર થઈ ગયું હસે આવી રીતે ઉકાળા નું સેવન કરી સકાઈ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer