જો આ યોગ હોય કુંડળીમાં તો તમારું જીવન વૈભવી બની જશે, જાણો આ યોગ વિષે..

જયારે કોઈ પણ  વ્યક્તિ ની  કુંડળીમાં ચંદ્રથી બીજા ધન સ્થાને સૂર્ય રાહુ સિવાયનો કોઇપણ ગ્રહ હોય તો સુનફા યોગ રચાય છે. આ યોગ જાતકને ધનવાન- શ્રીમંત બનાવવામાં મદદ કરે છે. અલબત્ત તે વ્યકિતનો ભાગ્યેશ- ભાગ્યકારક પણ ધન આપનાર હોવો જોઈએ અથવા ધનેશ સ્થાન પણ શુભ હોવું જોઇએ.

લાભસ્થાન પણ શુભ હોવું જોઇએ. એટલા માટે આજે અમે તમને આ લેખ દ્વારા આ યોગ વિષે જણાવવા ના છે. જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે. તો ચાલો જાણીએ આ યોગ વિષે. સુનફા યોગ થવાથી વ્યકિત ઘણું- પુષ્કળ ધન કમાય છે અને શ્રેષ્ઠ સ્થિતિ પ્રાપ્ત કરે છે. સુનફા યોગ જો મંગળથી થતો હોય તો લશ્કર- પોલીસ- રમત ગમત- રંગ- રસાયન- શક્તિ- વીજળી- ઊર્જા- ધાતુ- ખનીજ પરિશ્રમથી ધન કમાય છે.

સુનફા યોગ જો બુધથી થતો હોય તો વ્યાપાર, લેખન, સેવા કાર્ય, વહીવટી વ્યવસાયોથી ધન પ્રાપ્ત કરે છે. (વૈદ્ય- વકીલ- સી.એ., મેનેજરો વગેરે) સુનફા યોગ જો ગુરૂ થી રચાતો હોય તો શ્રેષ્ઠ ફળ આપનાર બને છે અને વ્યકિત ઉચ્ચ કક્ષાના કાર્યોથી વિપુલ ધન કમાય છે. સુનફા યોગ શુક્રથી રચાતો હોય તો કલા- શૃંગાર- મનોરંજન આધુનિક સુખ વૈભવ સાધનોથી પુષ્કળ દ્રવ્ય કમાય છે.

સુનફા યોગ શનિથી થાય તો ઉદ્યમ-કારીગરી- ખનીજ તત્વો- કાળી વસ્તુઓથી ધનવાન બને છે. સુનફા યોગ જો દૂષિત થતો હોય અર્થાંત પાપ દૃષ્ટી થાય તો તેનું ફળ મળતુ નથી. તો ચાલો થોડા તેના ઉદાહરણો વિષે તમને જણાવી દઈએ. ક્રિકેટ જગતના મહાન ક્રિકેટર વિક્રમો દ્વારા અજેય ભારત રત્ન સચિન તેંડુલકરની કુંડળીમાં ઘનો શ્રેષ્ઠ સુનફા યોગ રચાયો હતો.

આ યોગ ઉપરાંત અન્ય ધન- ભાગ્ય યોગો દ્વારા સફળ બનીને શ્રેષ્ઠ ધનવાન થયા છે અને સહસ્ત્રકોટી દ્રવ્યવાન ગણાય છે.સચીન તેંડુલકરની કુંડળીમાં સુનફા યોગ ૫ મા સ્થાને છે. પાંચમુ સ્થાન ગૌણ, ભાગ્ય સ્થાન અને અણધારી તકની પ્રાપ્તિ યોગ રચે છે.

આ કુંડળીમાં ચંદ્ર ધનનો છે. જે જાતકને લક્ષવેધી બનાવે છે અને ગુરૂની રાશિ છે તેથી તે ડહાપણ લાધવ શક્તિ વિદ્વતા- ઉચ્ચ સંસ્કારી ગુણો આપે છે. તેને કેવળ ને કેવળ લક્ષ્ય- ધ્યેય- નિશાન જ દેખાય છે અને સમજદારી- ત્વરીત નિર્ણય શક્તિ આપે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer