નમસ્કાર મિત્રૌ રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા હેઠળ અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતાપિતા યોજના ચોક્કસ પણે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના નીચે બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી પાલક માતા પિતાને બાળકના ભરણપોષણ તેમજ અભ્યાસ માટે પ્રતિ બાળક દીઠ રૂા.3000ની માસિક સહાય અપાય છે.
આ યોજના માં બાળકોના માતા પિતા કોરોના ને લીધે અવસાન પામેલ હોય અને તે બાળક 18 વર્ષ સુધીની ઉંમર ઘરાવતા હોય અને શાળા માં અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે. જે યોજના હેઠળ દર માસે રૂ.3000 ની મદદ ચોક્કસ પણે મળવા પાત્ર છે.
માટે આપના વિસ્તારમાં,પરીચયમાં કોઇ અનાથ બાળકો હોય જેના માતા-પિતાકોરોના ને લીધે અવસાન પામેલ હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે. તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો..
તેમના પાલક માબાપને આની જાણ કરી લોકો નું સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ ચોક્કસ પણે સહભાગી થઇ શકો છો આ સારું કાયૃ કરવા નમૃ વિનંતી. જે બાળકોના માતા-પિતા કોરોના ને કારણ મુત્યુ પામ્યા હોય અથવા પિતા કોરોના ને કારણે મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા 18વર્ષ સુધી ની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અને જે પાલક માતા-પિતા હોય તેની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.27,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.36,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
અરજી ફોર્મ ક્યાંથી મળશે ?
અરજી ફોર્મ જીલ્લાના સમાજ સુરક્ષા કચેરીએથી મળશે.અરજી ફોન સ્વીકારવાની અને આગળની કાર્યવાહી કરવાની સત્તા કોની પાસે છે?
અરજી ફોન સ્વીકારવાની અને આગળની કાર્યવાહી કરવાની સત્તા કોની પાસે છે?
જે જીલ્લામાં બાળક હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જીલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે,સહાય ચુકવવાની જવાબદારી જીલ્લા સમાજસુરક્ષા અધિકારીની રહેશે.