જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. આપણા શરીરમાં વાસ્તુ દ્વારા રોગની ઉત્પત્તિ મકાનની વાસ્તુ રચના તેમજ મકાનમાં રહેવાની સ્થિતિમાં દોષોના કારણે થાય છે. વાસ્તુના ઉપાયથી ઘણી બધી તકલીફો દુર કરી શકાય છે.
ચાલો જોઈએ ક્યાં પ્રકારના વાસ્તુ દોષ હોય છે જેનાથી આપણને નુકશાન થાય છે. ઉત્તર પૂર્વ દિશામાં રસોડું અથવા શૌચાલય હોય ત્યારે ઘરના સદસ્યો વચ્ચે મનમોટાવ બની રહે છે. આવું કરવાથી પણ ઘરના લોકોમાં માનસિક તણાવ રહે છે.
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વમાં ભારે નિર્માણ તેમજ શૌચાલય બનાવવાથી અનિન્દ્રા, માનસિક રોગ, ચીડિયાપણું વગેરેની સાથે સાથે પતિ પત્ની વચ્ચે પણ મનમોટાવ રહે છે. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કચરાપેટી ના રાખવી જોઈએ તેનાથી ઘરના સભ્યો વચ્ચે તણાવ રહે છે.
શાસ્ત્ર મુજબ ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં મોં રાખી સુવાથી માનસિક તણાવ, અશાંતિ, બ્લડ પ્રેશર વગેરે જેવા રોગ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં આ દિશામાં સંતાન પીડા, શરીરના કોઈ અંગમાં તકલીફ, માનસિક અશાંતિ, વગેરે રોગ થાય છે અને પતિ પત્ની વચ્ચે ઝગડા થાય છે.
ઘરમાં વાસ્તુમાં જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વમાં સ્ટોર રૂમ ના બનાવવો જોઈએ આવું કરવાથી પણ ઘરના લોકોમાં માનસિક તણાવ રહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો ઇશાન ભાગ ઉપસેલો ના હોવો જોઈએ ઘરના આ હિસ્સામાં આ દોષ હોવાથી પિતા પુત્ર વચ્ચે બનતું નથી.