ભગવાન વિષ્ણુના કાશીમાં સ્થિત મંદિરોની વાત કરવામાં આવે તો આદિ કેશવનું મંદિર ઘણું પ્રાચીન અને ધાર્મિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ છે. કૈટ સ્ટેશનથી લગભગ ૮ કિમિ દુર રાજઘાટ પાસે બસંતા કોલેજથી થતા વરુણા-ગંગા સંગમ પર ખુબજ સુંદર મંદિર આવેલ છે.
કથા અનુસાર રાજા દિવોદાસથી કાશી પ્રાપ્તીની ઈચ્છાથી ગણેશજી સહીત બધા દેવતાઓને ભગવાન ભોલેનાથે કાશી મોકલ્યા હતા, પણ કાશીને પ્રાપ્ત કરવાની તેમની ઈચ્છા પૂરી ના થઇ શકી. કારણકે જે દેવતા કાશીને દિવોદાસથી મુક્ત કરવા આવ્યા હતા તે ત્યાની સુંદરતા જોઇને પાછા શિવજી પાસે ના ગયા ભગવાન શિવે તે કાર્ય માટે ભગવાન વિષ્ણુને ત્યાં મોકલ્યા.
ભગવાન શિવના નિર્દેશન પર વિષ્ણુજી લક્ષ્મીજી સહીત ગરુડ પર સવાર થઈને શિવજીની પ્રદક્ષિણા કરી તેમને પ્રણામ કર્યા અને મંદરાચલ પર્વતથી કાશી માટે નીકળ્યા. કશીમાં ત્તેને વરુણા ગંગા સંગમ સ્થળ પર શ્વેત ટાપુ જોયો. તે તેના વાહનની સાથે ત્યાં જ ઉતારી ગયા. સંગમ પર તેને સ્નાન કર્યું જેનાથી તે સ્થાન વિષ્ણુ પાદોદકના નામથી પ્રસિદ્ધ થયું.
સ્નાન બાદ ભગવાન વિષ્ણુ એ ભોલેનાથનું સ્મરણ કરી કાળા રંગના પત્થરની પોતાની ત્રીલોક્ય વ્યાપિની મૂર્તિ આદી કેશવની સ્વયં સ્થાપના કરી. સાથેજ કહ્યું કે જે લોકો અમૃત સ્વરૂપ અવિમુક્ત ક્ષેત્રમાં મારા આદી કેશવ સ્વરૂપનાં દર્શન પૂજન કરશે તે બધા દુઃખોથી છુટકારો મેળવીને છેલ્લે અમૃતપદને પ્રાપ્ત કરશે.
ક્યારેક મુઘલો તો ક્યારેક અંગ્રેજોએ કર્યો હતો કબજો : પ્રાચીન કાળથી સ્થાપિત આ મંદિરનું પછીથી પુનઃનિર્માણ ગડવાલ નરેશે કર્યું હતું. જેને ૧૧૯૪માં તોડવામાં આવ્યું હતું. મુસ્લિમ સાસણ દરમ્યાન ઉપેક્ષિત આ મંદિરનું પુનઃ નિર્માણ ૧૮૦૭ માં ગ્વાલિયરના મહારાજા સીન્ધિયાના દિવાન માળો એ કરાવ્યું હતું.
ત્યાર પછી ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજી ફોજે આ મંદિરના અધિગ્રહણ કરી લીધો અને પુજારીને બહાર કાઢી મુક્યા અને દર્શન પૂજન બંધ કરાવ્યા. લગભગ ૨ વર્ષ પછી ૧૮૫૯ માં પુજારી કેશવ ભટ્ટને અંગ્રેજ કમિશ્નરને પ્રાથના પત્ર આપીને મંદિરમાં પૂજા પાઠ શરુ કરવાની આજ્ઞા માગી. ત્યાંરે જઈને મંદિરમાં પૂજા શરુ થઇ તો પણ અન્ય દર્શનાર્થી ઓ માટે દર્શન બંધ હતા.
એટલે મંદિરમાં નિર્વિઘ્ન રૂપથી દર્શન પૂજન ૧૯ મી સદીથી શરુ થયા વિડીઓમાં જોવામાં આવતા ગંગા અને વરુણા નદીઓના સંગમ પર સ્થિત આદિ કેશવ મંદિર. વર્ષમાં ત્રણ વાર થાય છે ભવ્ય આયોજન : પથ્થરોથી બનેલા આ શિવ મંદિરના ગર્ભગૃહમાં આદિ કેશવની અલોકિક મૂર્તિ સ્થાપિત છે.
આદીકેશવ મંદિરમાં સમય સમય પર ભજન-કીર્તન તેમજ શ્રુંગારના કાર્યક્રમ થાય છે. પણ મોટું આયોજન આખા વર્ષમાં ૩ વાર જ થાય છે. ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશીના બારુની પર્વ માનવામાં આવે છે. તે દરમ્યાન મંદિરની આસ પાસ મેળાનું આયોજન કરવામાં આવે છે.
ઘણી સંખ્યામાં ભક્ત વરુણા-ગંગા સંગમમાં સ્નાન કરી કેશવ ભગવાનના દર્શન કરે છે. ત્યાર બાદ ભાદરવા મહિનાના શુક્લા પક્ષની દ્વાદશી તિથી પર બામણ મેળો લાગે છે. જયારે પોષ માસની કૃષ્ણ પક્ષની પ્રથમ તિથી પર નગરની પરિક્રમા થાય છે.
તે દરમ્યાન શ્રદ્ધાળુ નગર ભ્રમણ કરતા વરુણા-ગંગા તીર્થ પર સ્નાન કર્યા પછી આદી કેશવના દર્શનનો લાભ લે છે. પંચકોશી યાત્રા દરમિયાન પણ યાત્રી આદિ કેશવ પહોચીને દર્શન કરે છે. આ મંદિરની ખાસિયત એ છે કે ગર્ભગૃહની પાસે માં ગંગાની અવિરલ ધારા વહેતી દેખાય છે. મંદિર ખુબજ શાંત અને રમણીય લાગે છે.