જો તમે પણ ગુસ્સામાં થાળી ફેંકવાની ભૂલ કરો છો તો ચેતી જાઓ, માં લક્ષ્મી અપ્રસન્ન થઈને કરશે કંઇક આવું…

શું તમે જાણો છો તે કારણ જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન રહે છે. જે ભક્ત દેવી લક્ષ્મીની પૂજા કરે છે, એના માટે સંસારમાં કઈ પણ અપ્રાપ્ય નથી. ગૃહલક્ષ્મી દેવી ઘરની સ્ત્રીઓમાં શરમ, ક્ષમા, શીલ, સ્નેહ અને મમતાના રૂપ માં વિરાજમાન રહે છે . તે મકાનમાં પ્રેમ તથા જીવંતતાનું સંચાર કરી એને ઘર બનાવે છે.

તેના વગર ઘર કલેશ, ઝગડો, નિરાશા વગેરે થી ભરાઈ જાય છે. ઘરની સ્ત્રીને ગૃહલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યાં ઘરની સ્ત્રીનું સમ્માન નથી થતું ત્યાં ગૃહલક્ષ્મી એ ઘરનો ત્યાગ કરી દે છે . શુકવારના દિવસે સવારે ઉઠીને માં લક્ષ્મીને નમન કરી સફેદ કપડા પહેરી અને માં લક્ષ્મીના શ્રી સ્વરૂપ તેમજ ચિત્રની સામે ઉભા રહીને શ્રી સૂક્તનો પાઠ કરી તેને કમળ નું ફૂલ ચડાવો .

ઘરેથી કામ પર નીકળતી વખતે થોડું મીઠું દહીં ખાઈને નીકળો . જો પતિ-પત્નીમાં ઝગડો રહે છે તો શુક્રવારના દિવસે તમારા બેડરૂમમાં પ્રેમી પક્ષી જોડીના ફોટો લગાડો . જો તમારા કામમાં અટકાયત આવે છે ,તો શુકવારના દિવસે કાળી કીડીઓને ખાંડ નાખો .

શુકવારે માતા લક્ષ્મીના મંદિર જઈ શંખ, કોંડી, કમળ, મખાના, તેમજ પતાસા માં ને અર્પિત કરો. આ બધું મહાલક્ષ્મીમાં ને બહુ ગમે છે. ગજલક્ષ્મીમાં ની ઉપાસના કરવાથી સંપતિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે , વીર લક્ષ્મી માતાની ઉપાસના કરવાથી સારા નસીબની સાથે આરોગ્ય પણ આપે છે. લક્ષ્મીમાં નું એક રૂપ અન્ન પણ છે. ઘણા લોકો ગુસ્સો આવવા પર જમવાની થાળી ફેકી દે છે.

આ પ્રકારની આદત ધન, વૈભવ અને પારિવારિક સુખ માટે નુકશાનદાયક થાય છે. ઘરમાં રહેલી સુખ સમૃદ્ધિ માટે પીપળના ઝાડના છાંયામાં ઉભા રહીને લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળના ઝાડના તળિયામાં નાખવાથી ઘરમાં લાંબો સમય સુધી સુખ સમૃદ્ધિ રહે છે અને લક્ષ્મીનો વાસ રહે છે .

ઘરમાં વારંવાર ધનનું નુકશાન થાય છે તો ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટી ગુલાલ પર શુદ્ધ ઘી ના બેમુખ વાળા દીવા પ્રગટાવવા જોઈએ. દીવા પ્રગટાવવા સમયે મનોમન એ ઈચ્છા કરવી જોઈએ કે ભવિષ્યમાં ઘર માં ધન ના નુકશાનનો સામનો ના કરવો પડે. જયારે દીવો શાંત થઇ જાય ત્યારે તેને વહેતા પાણીમાં છોડી દેવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer