જીવનમાં સફળતા મેળવવી હોય તો દેવાધિ દેવ મહાદેવની આવી રીતે કરો આરાધના, દરેક મનોકામના થશે પૂર્ણ 

કહેવાય છે કે મહાદેવ શંકરની આરાધના ખૂબ જ મંગળકારી હોય છે. વેદો અનુસાર મહાદેવને સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવે છે. કેમકે, સમગ્ર દુનિયા ભગવાન શંકર ની અંદર સમાયેલી છે, અને ભગવાન શંકરને કોઈપણ ભક્ત સાચા હદયથી તપસ્યા કરે છે કે તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે.

જગતના દરેક કણ કણની અંદર મહાદેવ સમાયેલા છે, અને પૃથ્વી ઉપર મહાદેવના શિવલિંગના સ્વરૂપમાં સાક્ષાત દર્શન થઈ શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો તે વ્યક્તિ એ દેવોના દેવ મહાદેવની આરાધના કરવી જોઈએ.

મહાદેવની પૂજા-અર્ચના કરી તેના ઉપર બિલીપત્રનો અભિષેક કરવો જોઈએ.  આમ કરવાથી મહાદેવ ભક્તો ઉપર પ્રસન્ન થાય, તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ  મહાદેવની કૃપા મેળવવા માટે તમારે પણ સોમવારે કઈ એ વસ્તુ છે કે જેને કરવાથી ભગવાન શંકર તમારા ઉપર થઈ શકે છે પ્રસન્ન.

ભગવાન શંકરને પ્રસન્ન કરવાના અમુક ખાસ ઉપાય સોમવારે સવારે ઉઠ્યા બાદ સ્નાન કરી ભગવાન શંકરની સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અથવા તો અન્ય પવિત્ર જળનો અભિષેક કરવો જોઈએ.

સોમવારના દિવસે ભગવાન શંકરને ખાસ કરીને ચંદન, ચોખા, બિલિપત્ર, ધતુરો અને આકડાના ફૂલ ચઢાવવા જોઈએ. કહેવાય છે કે ભગવાન શંકરને આ બધી જ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. અને આથી જ આ બધી વસ્તુઓનો ભગવાન શંકર ઉપર અભિષેક કરવાથી ભગવાન શંકરની કૃપા તમારા ઉપર બની રહે.

સોમવારના દિવસે જો મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરવામાં આવે તો તેના કારણે પણ તમારા ઉપર ભગવાન શંકરની વિશેષ કૃપા બની રહે છે. આથી સોમવારના દિવસે 108 વખત કરો આ મંત્રનો જાપ.

મહામૃત્યુંજય મંત્ર  ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्  उर्वारुकमिव बन्‍धनान्  मृत्‍योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ !!

આમ જો સોમવારના દિવસે આ રીતે કોઈપણ ભક્ત સાચા હદયથી ભગવાન શંકરની પૂજા આરાધના કરે તો તેના કારણે ભગવાન શંકરની વિશેષ કૃપા દ્રષ્ટિ તે ભક્તો ઉપર પડે છે, અને તેના કારણે તે ભક્ત પોતાના જીવનમાં રહેલા દરેક વિઘ્ન અને સંકટોથી દૂર થઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer