કામાખ્યા શક્તિ પીઠનું વિશેષ મહાત્મય અહી ભક્તોને પ્રસાદીમાં મળે છે કાપડનું કપડું

આ અવસર પર લોકો ઘર પર માતા દુર્ગાની પૂજા-અર્ચના તો કરે જ છે પણ ઘણા ભક્તો શક્તિપીઠના પણ દર્શન કરે છે. 51 શક્તિ પીઠો માંથી કામાખ્યા શક્તિ પીઠનું વિશેષ મહત્વ છે.

જ્યાં 10 મહાવિદ્યાઓ બિરાજે છે એક સ્થળે આ એવી શક્તિપીઠ છે જ્યાં 10 મહાવિદ્યાઓ કાળી તરા માતંગી કમલા સરસ્વતી ધૂમવતી ભૂવનેશ્વરી બગલા છિન્નમસ્તિકા અને ભૈરવી એક જ સ્થાન પર વિરાજમાન છે. આ શક્તિપીઠમાં માતાની યોનિની પૂજા થાય છે.

કામાખ્યા દેવી મંદિર માં પ્રસાદમાં મળે છે લાલ રંગના કાપડનો ટૂકડો અહીંયા માતાના ભક્ત અને ઉપદેશક દૈવીનો પ્રસાદ મેળવવા માટે બેચેન રહે છે. આ દૈવીનો પ્રસાદ કોઇ લાડુ કે મિઠાઇ નહીં પણ લાલ રંગનું કપડુ છે. માનવામાં આવે છે કે કાપડનો ટૂકડો જેને મળે છે તેના બધા દુઃખ અને આવતી વિપત્તિ દૂર થાય છે.

નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે ભક્તો :

ઉલ્લેખનીય છે કે,નવરાત્રિમાં દેવીની પૂજા કરવાથી મનગમતુ ફળ મળે છે. આ સમય દરમિયાન ભક્ત સતત નવ દિવસ વ્રત રાખે છે અને માતાની પૂજા-અર્ચનાકરવા માટે મંદિરમાં જાય છે. નવરાત્રિમા શક્તિપીઠના દર્શન કરવાનેપણ શુભ માનવામાં આવે છે. દેવીના કુલ 51 શક્તિપીઠ બતાવાય છે જેની જુદી જુદી મહિમા છે. તેમાથી સૌથી ખાસ છે દેવી કામાખ્યાનુ શક્તિપીઠ જે અસમના ગુવાહાટીમાં આવેલ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer