કંગના રનૌત આવી ફરી વિવાદમાં, આ વખતે 30 વર્ષીય બ્યુટીશિયન પર રેપ ની બાબત, જાણો કોણ છે આરોપી

મુંબઈ પોલીસે કંગના રાણાવત ના બોડી ગાર્ડ સામે FIR દાખલ કરી છે. ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારના કેસમાં આરોપી બોડીગાર્ડ કુમાર હેગડે સામે ફરીયાદ દાખલ થઇ છે. આ કેસ 30 વર્ષના બ્યુટિશિયન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેણે આરોપ લગાવ્યો હતો કે હેગડે જેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, તેણે બળાત્કાર ગુજાર્યો હતો.

એફઆઈઆર મુજબ હેગડે ગત વર્ષે જૂનમાં પીડિતા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.30 વર્ષીય બ્યુટિશિયન મહિલાએ બોડીગાર્ડ કુમાર હેગડે વિરુદ્ધ આ કેસ કર્યો છે.

આરોપ છે કે હેગડે તેના લગ્નના બહાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એફઆઈઆર મુજબ પીડિતા ગત વર્ષે જૂન મહિનામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કુમાર હેગડેને પહેલીવાર મળી હતી.

આરોપીએ લિવ-ઇન રિલેશનશિપમાં હતા એવું પણ સૂચવ્યું હતું, જેમાં પીડિતાએ તેની સાથે લગ્ન કરવાની આશા રાખી હતી.

એક અહેવાલ મુજબ, તેઓ એકબીજાને 8 વર્ષથી ઓળખતા હતા. ફરિયાદમાં, તેણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે તેણે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો , પરંતુ ત્યારે તેણે તેને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી ચૈતન્યએ પુષ્ટિ કરી, “હા ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.”

પીડિતાએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ એમ કહીને 50,000 રૂપિયા પણ ઉધાર લીધાં હતાં કે તેની માતા બીમાર છે. અને તેને વતન માટે રવાના થવું પડે એમ છે.

આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 376, 377, અને 420 હેઠળ નોંધવામાં આવ્યો છે અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer