ગુજરાતની આ હિરોઈને બૉલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી પણ મોટા ડાયરેક્ટરની આ માંગણી ના લીધે બૉલીવુડ અને આખું કેરિયર જ છોડી દીધું..

ટીવી સિરિયલોમાં પોતાના સફળ કેરિયર પછી ફિલ્મી દુનિયા માં આવનારી ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇ ને કેટલાક ડાયરેકટર દ્વારા અપમાનિત કરવામાં આવી હતી આ વિશે નો રસ્તો તેણે પોતાના એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. તેણે કહ્યું કે ડિરેક્ટર દ્વારા તેને હોટ દેખાવા ઉપર વધુ કામ કરવાની જરૂર છે તેવું કહેવામાં આવ્યું હતું.

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી બનેલી બોલિવૂડ સ્ટાર પ્રાચી દેસાઈએ વર્ષ 2008 માં ફરહાન અખ્તરની ફિલ્મ ‘રોક ઓન’ થી મૂવીઝમાં પોતાની શરૂઆત કરી હતી. તેણે લાઇફ પાર્ટનર, વન્સ અપન એ ટાઇમ ઇન મુમ્બઈ, બોલ બચ્ચન અને આઇ, મી એન્ડ મેઈન જેવી અનેક બ્લોકબસ્ટર હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

જ્યારે તેણે તે પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી તો ઈન્ડસ્ટ્રીમાં તેના વિશે ખરાબ વાતો ઉડાડવામાં આવી.

પ્રાચી દેસાઇએ પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ બાબત ઉપર આગળ આવીને ખોલીને વાતચીત કરી હતી અને પોતાની ઉપર કઈ રીતે ભેદભાવ કરવામાં આવ્યો હતો તે વિશે પણ વાતો કરી હતી.

પ્રાચીએ કહ્યું કે તે ક્યારેય પણ એવી ફિલ્મોમાં કામ કરવા ન માગતી હતી કે જે સેક્સી હોય અને આ ઇન્ડસ્ટ્રીમાં લોકો તેને હોટ દેખાવા માટે મજબૂર કરતા હોય ડિરેક્ટર્સ તેને દબાણ કરતા હતા કે હોટ લાગે. આ કારણથી તેણે પોતાના ફિલ્મો કરવાનું ઓછું કરી દીધું અને ઇન્ડસ્ટ્રીથી દૂર જવા લાગી. તેણે ઘણી મોટી ફિલ્મો કરવાની ના પાડી દીધી કારણ કે તેમાં તેને સેક્સી દેખાવા માટે મજબૂર કરવામાં આવી હતી.

પ્રાચીએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીના ઘણી નામદાર ડિરેક્ટર તેનો સંપર્ક કર્યો હતો તેની સાથે તેની સાથે કામ ન કરવા માટે તેને અપમાનિત કરવામાં આવી હતી.તેમણે એમ કહ્યું હતું કે ડિરેક્ટર્સને લાગતું હતું કે તેઓ તેને ફિલ્મ આપીને તેમની ઉપર ઉપકાર કરી રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer