મેષ- અ, લ, ઇ(Aries):
બીજા ની આશા એ ન રહી ને પોતાના પર વિશ્વાસ કરવા થી ઘણી બધી મુશ્કેલી નો ઉપાય મળશે. કોઈ પણ પ્રકારની યાત્રા ને સ્થગિત રાખવી કારણ કે નુકસાની થઈ શકે છે. કારણ વગર કોઈ સાથે વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા તથા આક્રોશ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન નકારાત્મક વાતાવરણ થી પોતાનો બચાવ ખૂબ જરૂરી છે. તમારા કાર્યક્ષેત્ર ના તણાવ ને ઘર પર હાવી ન થવા દેવું. શુભ અંક :- ૭ શુભ રંગ :- ગુલાબી
વૃષભ – બ, વ, ઉ (Taurus):
તમારી સકારાત્મક વિચાર શૈલી તમારી સિધ્ધિ નું નિર્માણ કરી રહી છે. આજ ના દિવસે આર્થિક સ્થિતિ તમારા પક્ષ માં રહશે. આ સમયે વ્યવસાય માં ખૂબ મહેનત કરવાની આવશ્યકતા છે. ગેરસમજ થી સંબંધો માં તિરાડ પડી શકે છે. વિવાહિત જીવન સુખી રહશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. શુભ અંક :- ૪ શુભ રંગ :- પીળા
મિથુન – ક, છ, ઘ(Gemini):
આજે તમારી સમજદારી થી લેવાયેલા નિર્ણય તમારા આર્થિક પક્ષ ને મજબૂત કરશે. નજીક. ના સગા સંબંધી સાથે ની મુલાકાત તમને રોજિંદા તણાવ થી રાહત અપાવશે. સાથે જ કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. પરંતુ મનોરંજનની સાથે સાથે વ્યક્તિત્વ પર ધ્યાન દેવું પણ ખૂબ જરૂરી છે. વ્યવસાય સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય માં સ્વયં જ નિર્ણય લેવો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- નીલો
કર્ક – દ, હ(Cancer):
બધા કાર્યને વ્યવસ્થિત રૂપથી તથા સમન્વય બનાવીને કરવાથી તમને સફળતા મળી શકે છે. ઘરમાં કોઈ વડીલ સભ્યોને સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે, જેના કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અટકી જશે. કાર્યક્ષેત્રમાં કોઈ પણ સાથે ડીલ કે લેવડદેવડ કરતાં સમયે સાવધાન રહેવું, તમારી સાથે વિશ્વાસઘાત થવાની આશંકા બની રહી છે. આજના દિવસે બહારનું ખાવાપીવાના તથા સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. શુભ અંક :- ૭ શુભ રંગ :- બ્રાઉન
સિંહ – મ, ટ(Leo):
તમારી સકારાત્મક વિચાર શૈલી થી આજનો દિવસ શુભ રહેશે. પતિ-પત્ની પોતાના સંબંધમાં ખટાશ ન આવવા દે, કારણ કે આજના દિવસે વાદ વિવાદ થવાની સંભાવના બની રહી છે. પડવા કે કોઈ પ્રકારની ઈજા થવાની આશંકા બની રહી છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. ક્યારેક ક્યારેક તમારો ખૂબ અનુસાશિત સ્વભાવ પારિવારિક લોકોને હેરાન કરી શકે છે. શુભ અંક :- ૨ શુભ રંગ :- લીલો
કન્યા – પ, ઠ, ણ(virgo):
આજના દિવસે ગ્રહથી સ્થિતિ તમારા પક્ષમાં બનેલી છે. લાભના નવા રસ્તા ખુલી શકે છે. પાછળના ઘણા સમયથી ચાલી રહી સમસ્યાનું સમાધાન મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ક્યારેક ક્યારેક વધુ આત્મવિશ્વાસ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ બનેલું રહેશે. આજના દિવસે બેદરકારી દાખવવી. શુભ અંક :- ૫ શુભ રંગ :- સોનેરી
તુલા – ર,ત(libra):
ઘરના વડીલો ની સારસંભાળ અને માન સન્માન કરવું, તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરી શકે છે. રાજનીતિ ના સંપર્ક તમને શુભ તક પ્રદાન કરશે. આજ નો દિવસ વિશેષ રીતે સ્ત્રીઓ માટે સારો હશે. ધ્યાન રાખવું ભૂતકાળની નકારાત્મક વાતો તમારું આજ ખરાબ કરી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પેપર સંબંધિત કાર્યમાં ચોકસાઈ રાખવી. પતિ-પત્ની એકબીજાને સહયોગ કરીને કાર્ય પૂરું કરી શકે છે.શુભ અંક :- ૫ શુભ રંગ :- કેસરી
વૃશ્ચિક – ન,ય(scorpio):
દિલ ની જગ્યા એ દિમાગ થી કામ લેવું કારણ કે ભાવના માં વહી ને તમે ભૂલ કરી શકો છો. ઘર માં ધાર્મિક આયોજન સંબંધી યોજના પણ બનશે. તણાવ થી તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે. કાર્યક્ષેત્ર માં કોઈ પણ અગત્ય નો નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિ ની સલાહ જરૂર થી લેવી. આર્થિક સ્થિતિ આજ ના દિવસે સામાન્ય રહેશે. નોકરી કરતા લોકો ને આજ ઘરે બેઠા પણ ઓફિસ નું કાર્ય કરવું જોશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- સફેદ
ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):
ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિમાં સમય વ્યતીત થશે. જો વાહન ખરીદવા સંબંધિત યોજના બનાવી રહ્યા છો તો આજે યોગ્ય સમય છે. વિદ્યાર્થી પોતાનો કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી ખૂબ હળવાશ નો અનુભવ કરશે. બાળકો સાથે મિત્ર જેવો સંબંધ રાખવો વધુ દબાવ કે અંકુશ તેને જીદ્દી બનાવી શકે છે. આજ ના દિવસે પરિસ્થિતિ તમારા હાથ માં રહેશે. શુભ અંક :-૨ શુભ રંગ :- સોનેરી
મકર – ખ, જ(Capricorn):
આજે રાજનૈતિક સંબંધ તમને ફાયદો અપાવી શકે છે. જનસંપર્ક માં તમારો વિસ્તાર વધશે. સમાજ તથા નજીક ના સંબંધી વચ્ચે તમારૂ સ્થાન વિશિષ્ટ રહી શકે છે. તમારી સેવા ભાવના થી ઘરના વડીલ તમારાથી પ્રસન્ન થશે. આજ ના દિવસ એ ઘર અને વ્યવસાય વચ્ચે સાયુજ્ય સ્થાપવું ખૂબ જરૂરી બનશે. પારિવારિક તણાવ ને તમારા કાર્યક્ષેત્ર પર હાવી થવા દેવું નહિ. શુભ અંક :- ૮ શુભ રંગ :- જાંબુની
કુંભ – ગ, શ, સ(Aqarius):
આજે તમે રોજિંદી દિનચર્યા થી અલગ મોટા ભાગ નો સમય તમારા વ્યક્તિત્વ પર અને તમને રુચિ હોઈ તેવા કાર્ય કરી ને વ્યતીત કરી શકો છો. આજ ના દિવસે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. મશીનરી અને મોટર્સ પાર્ટ સંબંધી વ્યવસાય માં સારા ઓર્ડર મળશે. માર્કેટિંગ સંબંધી કાર્ય માં આજે સમય વ્યર્થ ન કરવો. ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે. દૂષિત વાતાવરણ થી તમારો બચાવ કરવો. શુભ અંક :- ૪ શુભ રંગ :- મજેન્ટા
મીન – દ, ચ, ઝ, થ(Pisces):
તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિ ને ઘણી હદ સુધી સારી બનાવશો. વિરોધી હારશે. જો કોર્ટ કચેરી સંબંધી વિષયો ચાલે છે તો તેમાં સકારાત્મક આશા છે.પૈસા ના વિષય માં કોઈ પર વિશ્વાસ ન કરવો. ટેક્સ સંબંધી બધા પેપર ચોખ્ખા રાખવા, કારણ કે બેદરકારી ને લીધે મુશ્કેલી આવી શકે છે. પતિ પત્ની નો સહયોગ ઘરના વાતાવરણ ને વ્યવસ્થિત રાખશે. હળવી મોસમી બીમારી થઈ શકે છે. શુભ અંક :- ૧ શુભ રંગ :- સોનેરી