સમાજસેવાનું કામ કરી રહેલા ખજૂરભાઈ વિષે રાજભા ગઢવીએ કહ્યું કંઇક આવું કે તરત ખજૂરભાઈએ રાજભા ને વળતો જવાબ આપતા કીધું…

આપ સૌ ફેમસ યુ ટયૂબર ખજૂરભાઈને તો જાણતા જ હશો. કે જે અત્યારે ખુબજ સમાજસેવાનું કામ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો તેમની આ કામગીરીને વધાવી રહયા છે તો કેટલાક લોકો તેમની ટીકા કરી રહયા છે.

ઘણા ખ્યાતનામ કલાકારો પણ ખજૂર ભાઈનો સાથ આપી રહ્યા છે. આ અગાઉ કિંજલ દવેએ પણ ઈન્સ્ટાગ્રામ માં પોતાનો વિડીયો શેર કર્યો અને ખજૂરભાઈનું અભિવાદન કર્યું હતું.

ત્યારબાદ ગીર ના કલાકાર રાજભા ગઢવીએ પણ ખજૂરભાઈને જે કામ કરી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગાયકે વધુ માં ઉમેર્યું હતું કે તમે જે કામ કરી રહ્યા છો તે ખુબજ સારું છે. તમે તેમાં વ્યસ્ત રહો લોકોની વાતો પર ધ્યાન ન આપો.

તમે સોનાનું કામ કરશો તો પણ અમુક એવા લોકો એવા હશે જ કે જેને તમારાથી તકલીફ હશે જ. તમે બધા લોકોને ક્યારેય પણ રાજી નહિ કરી શકો. માટે એવા લોકોની વાતો ને બાજુમાં મૂકી દો.

તદુપરાંત રાજભા ગઢવી એ ખજૂર ભાઈને તેમના ઘરે ભોજન આવવાનું પણ આમંત્રણ આપ્યું. ખજૂર ભાઈએ પણ તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું. છેલ્લે છેલ્લે રાજભા ઘઢવીએ કહ્યું કે તમે જે કામ કરી રહ્યા છો એ ખુબજ સરાહનીય છે.

આ પછી રાજભા ગઢવીએ લોકો કહ્યું કે આખો દિવસ બેસીના રહો આજુ બાજુના સ્થળોએ ફરો અને પોતાનું ધ્યાન રાખો. જો તમે મનથી સ્વસ્થ હશે તો પોતાના જીવનમાં બધું જ કરી શકશો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer