દાહોદમાં 24 વર્ષની યુવતીને 4 વર્ષ વાપરી ને કહ્યું હવે બીજે લગ્ન કરી લે, તો પ્રેમિકા એ ઉઠાવ્યું એવું ગંભીર પગલું કે જાણીને ચોકી જશો…

એવું જાણવા મળ્યું છે કે આ યુવતી છેલ્લા ચાર વર્ષથી એક ૩૫ વર્ષીય યુવકને પ્રેમ કરતી હતી. આ બંને ઘણી વાર મળ્યા પણ હતા. જ્યારે જ્યારે આ યુવતી યુવકને લગ્ન કરવા માટેનું કહેતી ત્યારે તે હા પાડતો હતો. અને શારીરિક સંબંધો બાંધતો હતો. આ યુવક બે બાળકોનો પિતા છે અને તેને પત્ની છે તે બાબતે આ યુવતી અજાણ હતી.

લગ્નની લાલચ આપી અનેકવાર યુવતીનો દેહ ચુંથ્યા બાદ પુરૂષે તરછોડી દેતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્યાંતિક પગલું ભરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફાતેમા લીમખેડાવાળાને દાહોદના પીસ પાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવક હુસેન અબ્બાસ શાકિર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સબંધ હતો. હુસેન દ્રારા યુવતીને અવારનવાર લગ્ન કરી લેવાના વાયદા કરતો રહ્યો.

ગઈકાલે જ્યારે આ યુવતીએ યુવકને મળવા ગઈ ત્યારે યુવકે સ્પષ્ટ ભાષામાં કહી દીધું હતું કે તારે કરવું હોય એમ કર હું તારી સાથે લગ્ન નથી કરવાં અને તું મરીજા. આ સાંભળીને આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવની જાણ પોલીસને થતાં તેણે તાત્કાલિક યુવતીની લાશ ઉતારીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને યુવતીના પિતાએ આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પહેલેથી જ 35 વર્ષીય પરિણીત યુવક હુસેન અબ્બાસ શાકિરે કાયદાકીય નોટિસ આપી બચવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. જે નોટિસ આપી હતી એમાં પ્રેમીએ જણાવ્યું હતું કે જો તું મરીશ તો પણ તેનો જવાબદાર હું નહીં, પણ તું જ હોઈશ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer