શું તમે જાણો છો ફક્ત ભગવાન શિવની શિવલીંગની પૂજા જ થઇ શકે છે ખંડિત રૂપમાં, આ છે તેનું રહસ્ય 

શું તમે જાણો છો કે ફક્ત ભગવાન શિવજીની શિવલિંગની પૂજા જ ખંડિત રૂપમાં પણ થઇ શકે છે. જયારે અન્ય દેવતાઓની મૂર્તિ ખંડિત થવા પર પૂજાને યોગ્ય નથી માનવામાં આવતી.

એ તૂટેલી પ્રતિમાઓ ને પીપળાના વૃક્ષના થડ માં રાખી દેવામાં આવે છે. શિવની જન્મ કથા પરથી કહી શકાય કે શિવજી નિરાકાર અને સાકાર બંને રૂપે પૂજાય છે. શિવના સાકાર રૂપે પ્રતિમા અને નિરાકાર રૂપે શિવલિંગના રૂપમાં પૂજાય છે.

જો શિવલિંગ કેટલું પણ ખંડિત થઇ ગયું હોય દરેક અવસ્થામાં પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દરેક પ્રકારના શિવલિંગ ની મહિમા અને મહત્વ જણાવેલ છે.

શિવલિંગ પૂજા કરવાથી બધીજ મનોકામના પૂર્ણ થઇ જાય છે. શિવલીંગની પૂજામાં દિશાનું ખાસ ધ્યાન રાખવું :  દરેક શિવ ભક્તો ને એ જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ

કે શિવલિંગ ની પૂજા કરતી વખતે તેનું મુખ ઉત્તર દિશા માં હોવું જોઈએ. શિવલિંગ ની પરિક્રમા પણ ક્યારેય પૂરી ના કરવી જોઈએ કારણ કે જલધારી ને ક્યારેય પાર ના કરવી જોઈએ.

ઘણા બધા મંદિરમાં હોય છે ખંડિત શિવલિંગ : ભારતમાં આજે ઘણા બધા એવા મંદિર છે જ્યાં ખંડિત શિવલિંગ ની પૂજા અર્ચના પૂરી વિધિ વિધાન થી કરવામાં આવે છે.

આ મંદિર ખુબજ પ્રાચીન છે. કેટલાક શિવલિંગ એવા પણ છે જેમનો આકાર પણ સમય ની સાથે સાથે વધી રહ્યો છે. ભગવાન શિવ ની લીલાનો કોઈ પાર નથી .

Leave a reply:

Your email address will not be published.

Site Footer