ભારત ની નવી ક્રશ બનેલી કિયારા અડવાણી એ ખુલ્લેઆમ કર્યો પોતાની લવ લાઈફને લઈને ખુલાસો

કિયારા અડવાણી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વિકાર કર્યો હતો કે તે સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. એક્ટ્રેસ કિયારા અડવાણી ખૂબ જ ઓછા સમયમાં મોટું નામ બની ગઈ છે. તેઓએ કબિર સિંહ માં પોતાના દમદાર અભિનય થી ઘણા લોકો ની તારીફ લૂંટી હતી .

આ સમય દરમિયાન કિયારા અડવાણી પોતાની લાઇફને લઇને ખૂબ જ ચર્ચામાં છે. મીડિયામાં ઘણા દિવસોથી એ ખબર આવી રહી છે કે કિયારા અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા રિલેશનમાં છે. આ વિષય મા ના તો અભિનેતાએ ના તો અભિનેત્રીએ કંઈ ખુલાસો કર્યો છે.

હવે થોડા જ દિવસોમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ જલ્દી પોતાની નવી ફિલ્મ શેરશાહ માં જોવા મળશે. આ ફિલ્મ ના આવતા પહેલા અમે તમને કિયરા નો એક ઇન્ટરવ્યુ જણાવવા જઈ રહ્યા છીએ .જે આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, આ ઇન્ટરવ્યુ દરમ્યાન કિયારા એ કહ્યું હતું કે તે આ વર્ષની શરૂઆતના સમયમાં જ કોઈ સાથે રોમેન્ટિક ડેટ પર ગઇ હતી. આ ખબર પછી સોશિયલ મીડિયામાં ખૂબ જ ખલબલી મચી ગઇ હતી.

મીડિયા રિપોર્ટ ની માનીએ તો તે ડેટ પર કોઈ બીજા સાથે નહીં પરંતુ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે થઈ ગઈ હતી. જો કે આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કોઈ અભિનેતા નું નામ લીધું ન હતું, એટલા માટે ફક્ત અત્યારે અંદાજ લગાવી શકાય છે, તમને જણાવી દઇએ કે આ વર્ષની શરૂઆતમાં જ કિયારા અને સિદ્ધાર્થ એક સાથે માલદીવમાં છુટ્ટીઓ મનાવવા ગયા હતા

આ પછી જોવાનું રસપ્રદ છે કે આ બંનેનો સંબંધ આખરે ક્યાં સુધી જાય છે. વેકેશન પછી કીયારા અને સિદ્ધાથ ને સાથે ઘરે જતા ઘણીવાર જોવા મળ્યા છે. જ્યાં તેઓએ પોતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કિયારા અને સિધ્ધાર્થ ઘણીવાર સાથે જ ફરતા નજર આવે છે. પાર્ટી ઓમાં આ કપલ એક જ કારમાં જતા જોવા મળે છે.

બોલીવુડ ના ખેલાડી કુમાર અક્ષય કુમાર અને કિયારા જ્યારે પોતાની ફિલ્મમાં લક્ષ્મી ના પ્રમોશન માટે કોમેડિયન કપિલ શર્માના શો પર ગયા હતા, તો તે સમયે અક્ષય એ કીયારા અને સિદ્ધાર્થ ના સંબંધ વિશે કંઈક કહ્યું હતુ. અક્ષય એ આ દરમિયાન ભલે મજાક-મજાકમાં સિદ્ધાર્થ ને લઈને કહ્યું હતું પરંતુ ત્યાંથી જ લોકોએ આ કપલના સબંધ વિશે કન્ફર્મ માન્યું હતું.

કીયારાના કામ વિશે વાત કરીએ તો તેઓએ પોતાની છેલ્લી ફિલ્મ ઇન્દુ કી જવાની મા આદિત્ય શિલ સાથે જોવા મળી હતી. તે પોતાની આ વાળી ફિલ્મ શેરશાહના માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ સિવાય આ અભિનેત્રી આ દિવસોમાં જુગ જુગ જિયો ફિલ્મ નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તે અભિનેતા વરુણ ધવન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર પણ ખાસ કિરદાર માં હશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer