ટીવી થી બોલિવૂડમાં આવેલી કલાકાર મૌની રોય આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે, ક્યારેક પોતાની બોલ્ડ તસવીરો ને લઈને તો ક્યારેક પોતાના ડાન્સ ને લઇ ને. એમાં કોઈ ખોટી વાત નથી કે મૌની રોય એ અત્યાર સુધીમાં ખૂબ જ મહેનત કરીને આ સફર સુધી પહોંચી છે. ઘણા વર્ષોની મહેનત પછી તે બોલિવુડમાં આવી હતી. ટીવી પર આવતા એકતા કપૂરના સૌથી મશહુર શો નાગિન થી મોની રોય માટે સૌથી વધારે ટર્નિંગ પોઇન્ટ રહયો હતો. તેનાથી મોની રોય ને ઘર ઘરે ઓળખ મળી હતી.
આ દિવસો માં મોની રોય ના લગ્નની ખબરો ખૂબ જ જલ્દીથી વાયરલ થઇ રહી છે. થોડા દિવસ પહેલા જ ખબર આવી હતી કે અભિનેત્રી મોની રોય પોતાના દુબઈ માં રહેતા બોયફ્રેન્ડ સૂરજ નમ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. રિપોટ્સ ની માનીએ તો મોની રોય થોડા સમયના અંતરમાં પોતાના બોયફ્રેન્ડ સુરજ નમ્બિયર ને મળવા માટે પહોંચી જતી હતી. સુરજ નાંબિયર દુબઈ ના એક બેન્કર છે, જેની સાથે મોની રોયના લગ્નની ખબરો આવતી રહે છે.
મોની રોય ને વારંવાર દુબઈ જતા આવતા જોઈ ને તેના ફેન્સ પરેશાન હતા કે આખરે મોની રોય ક્યારે લગ્ન કરશે. પછી એક એવી ખબર સામે આવી કે જેને જાણીને મોની ના ચાહકોની ખુશીઓનો કોઈ ઠેકાણું રહ્યું ના હતું. થોડાક મીડિયા રિપોર્ટ્સ ની માનીએ તો થોડા દિવસો પહેલા જ મોની ની માતા એ સુરજ નામ્બિયાર પરિવાર સાથે મુલાકાત કરી હતી. એકદમ સાચું વાંચી રહ્યા છો થોડા દિવસો પહેલા જ એક ઇંગલિશ ન્યૂઝ પેપરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોની રોય ની માતા એ થોડા સમય પહેલા મંદિરા બેદીના ઘરમાં ગઈ હતી અને મંદિરા બેદી ના ઘર પર જ આ બેઉ લવ બર્ડ ના માતાપિતા મળ્યા હતા.
આ લગ્નની વાત કરવામાં મોની રોયના ભાઈ પણ સાથે હતા. ખબરો અનુસાર આ મુલાકાત પછી તો તેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જલ્દી જ ફોટાઓમાં મોની રોય અને સૂરજ નાંબિયાર ના લગ્નના કાર્ડ જોવા મળશે. થોડા દિવસો પહેલા આ ખુબસુરત અદાકારાઓ પોતાના ભાવિ પતિ ના માતા-પિતા સાથે પોતાની એક તસવીર શેર કરી હતી.
આ ફોટામાં મોની એ કહ્યું હતું કે તે આ સંબંધમાં હતી અને તેને પાક્કી મોહર લાગી ગઈ છે. મોની રોય એ એક તસવીરમાં સુરજ નાંબિયાર ના માતા-પિતાને પોતાના મોમ-ડેડ જણાવ્યા હતા, પહેલા પણ એ તેની માતા અને ભાઈ સાથે એક ખુબ જ સરસ ફોટો શેર કર્યો હતો. ફોટામાં મોની રોય પોતાની માતા સાથે આરામ કરતી નજર આવી રહી છે. હવે મોની રોય ના ચાહકોને પણ તેના લગ્નના સમાચાર ની રાહ છે.
તમને જણાવી દઈએ સોશિયલ મીડિયા પર મોની રોય ના જલવા હંમેશાં બન્યા રહે છે. મોની રોય થોડા દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ તસવીરો અને વીડિયો થી પોતાના ફેન્સ નું મનોરંજન કરતી હોય છે. એકવાર ફરીથી મોની એ પોતાના ફેન્સને ગિફ્ટ આપી છે, ઉમ્મિદ છે કે તે જલદીથી પોતાના લગ્નની ખબર બધાને આપશે.