સૂર્યના રાશિ પરિવર્તન સાથે જાણો લગ્નના શુભ મુહૂર્ત વિશે

સામાન્ય રીતે ઉઠી એકાદશીના દિવસથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થતા હોય છે. પરંતુ આ વખતે ગ્રહોની સ્થિતિના કારણે લગ્નના મુહૂર્ત દેવ ઉઠી એકાદશીથી શરૂ ન થતાં 19 નવેમ્બરથી શરૂ થઈ રહ્યા છે. કેમકે હાલ સૂર્ય દેવ તુલા રાશિમાં છે અને 18 નવેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. લગ્નના શુભ મુહૂર્તમાં સુર્ય અને કન્યા માટે બૃહસ્પતિની સ્થિતિ જોવામાં આવે છે. બૃહસ્પતિ પહેલા જ પોતાની રાશિ બદલી ચુક્યા છે ધનુ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેના કારણે લગ્નના આ વખતના મુહૂર્ત ખુબજ શુભ યોગ રચશે.

નવેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત :

19 નવેમ્બર મંગળવાર તિથિ સપ્તમી, નક્ષત્ર મઘા, મુહૂર્ત 11.10થી સાંજે 06.48 સુધી

20 નવેમ્બર બુધવાર તિથિ અષ્ટમી, નક્ષત્ર મઘા, મુહૂર્ત 06.48થી 10.17 સુધી

21 નવેમ્બર ગુરૂવાર તિથિ નવમી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, મુહૂર્ત 6.29થી 10.17 સુધી

22 નવેમ્બર શુક્રવાર તિથિ એકાદશી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, મુહૂર્ત 09.01થી 06.50 સુધી

23 નવેમ્બર શનિવાર તિથિ દ્વાદશી, નક્ષત્ર હસ્ત, મુહૂર્ત 6.50થી 02.46 સુધી

24 નવેમ્બર રવિવાર તિથિ ત્રયોદશી, નક્ષત્ર સ્વાતી, મુહૂર્ત 12.48થી 01.06 સુધી

28 નવેમ્બર ગુરૂવાર તિથિ દ્વિતિયા, નક્ષત્ર મૂળ, મુહૂર્ત 08.22થી 04.18 સુધી

30 નવેમ્બર શનિવાર તિથિ પંચમી, નક્ષત્ર ઉત્તરષાઢા, મુહૂર્ત 06.05થી 06.56 સુધી

ડિસેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત :

05 ડિસેમ્બર ગુરૂવાર તિથિ નવમી અને દસમી, નક્ષત્ર ઉત્તર ભાદ્રપક્ષ મુહૂર્ત 08.08થી 07.00 સુધી

06 ડિસેમ્બર શુક્રવાર તિથિ દસમી, નક્ષત્ર ઉત્તર ભાદ્રપક્ષ મુહૂર્ત 07.00થી 04.32 સુધી

07 ડિસેમ્બર શનિવાર તિથિ એકાદશી, નક્ષત્ર રેવતી, મુહૂર્ત 05.03થી 07.35 સુધી

11 ડિસેમ્બર બુધવાર તિથિ પૂર્ણિમા, નક્ષત્ર રોહિણી, મુહૂર્ત 10.54થી 07.04 સુધી

12 ડિસેમ્બર ગુરૂવાર તિથિ પૂર્ણિમા અને પ્રતિપદા, નક્ષત્ર મૃગશિરા, મુહૂર્ત 07.04થી 06.19 સુધી

Leave a reply:

Your email address will not be published.

Site Footer