વાવાઝોડાં અને વરસાદ ને કારણે ચેતવણી છતાં દરિયો ખેડવા જતા 12 બોટ સાથે માછીમારો લાપતા, ગીર-સોમનાથ જીલ્લા કલેકટરે ઘટનાની પુષ્ટિ કરી..

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માવઠા આવી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની વાત સામે આવી હતી.

એ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને રેસ્ક્યું કરી લેવાયા છે.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી બે દિવસ પેહલા જ કરી હતી. જેને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી, એમ છતાંય તેઓ દરિયો ખેડવા ગયા હતા.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો જેથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે, તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. વાતાવરણ પલટાતાં અનેક સ્થળો હિલસ્ટેશનમાં ફેરવાય ગયા હતા. છે ઠંડીમાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે.

વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતો ને નુકસાન થયું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer