રજીસ્ટ્રેશનના નામે સાયબર ઠગ છેતરપિંડી માટે સક્રિય થઈ ગયા છે. હવે વેક્સિન રજીસ્ટ્રેશન માટે સાયબર ઠગ વોટ્સએપ, મેસેજ અને ઇમેઇલ્સ પર લિંક્સ મોકલી રહ્યા છે.
છેતરપિંડી કરનાર તમને કોરોનાવાયરસ રસી રજિસ્ટ્રેશનના નામે બોલાવે છે. તે પછી તે તમારી આધાર વિગતો, બેંક વિગતો અને ઇમેઇલ આઈડી માંગે છે. આગળ, આધારકાર્ડને અધિકૃત કરવા માટે તેઓ જનરેટ કરેલા ઓટીપી માંગે છે.
એકવાર તમે ઓટીપી શેર કરી લો, પછી તેઓ તેનો ઉપયોગ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટે કરશે. આ એકાઉન્ટ્સ પછી તમારા નામ હેઠળ ગેરકાયેસર પ્રવૃત્તિઓ કરવા માટે વપરાય છે.
અથવા રસી રજીસ્ટર કરવા માટે અને ચૂકવણી કરવા માટે તેઓ તમારી ક્રેડિટ / ડેબિટ કાર્ડ વિગતો માગી શકે છે. જો તમે શેર કરો તો તેઓ તમારા ખાતામાંના બધા પૈસા ચોરી લે છે.
પોલીસે જનતાને ચેતવણી આપી છે. ઘણાએ પોલીસને આ અંગે માહિતી આપી છે. જેમાં વેક્સિન નોંધણી માટે કોલ અને લિંક મેસેજીસ આવી રહ્યા છે. પોલીસ કહે છે, નોંધણી પહેલાં, ખાતરી કરો કે જે વેબસાઇટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે? નહીં તો બેંક ખાતું ખાલી થઈ જશે.
તેઓ પ્રથમ તમને ઈ-મેલમાં અથવા મેસેજ માં એક લીંક મોકલે છે.આવી લિંક પર ક્લિક કરશો તો એમાં પહેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવે છે, ત્યાર બાદ OTP દાખલ કરવાનું કહેવામાં આવે છે. અને બસ પછી કામ તમામ સમજો. ફોર્મ ભર્યા બાદ લોકોને ફોન કરવામાં આવી રહ્યો છે અને પછી તેમનો OTP પૂછવામાં આવે છે.
થર્ડ પાર્ટી એપ્લિકેશનને ડાઉનલોડ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. વેક્સિનેશન નોંધણીના નામે કોઈપણ અજાણ્યા લોકો દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક ના કરશો. વેક્સિન નોંધણીના નામે ઓટીપી કોઈ માંગવામાં આવે તો શેર કરશો નહીં. ભારત સરકાર દ્વારા તૈયાર કરેલી વેબસાઇટની પુષ્ટિ કરીને જ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.