ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણએ કહ્યું કે मासानां मार्गशीर्षोऽयम् અર્થાત્ બધા મહિનામાં માગશર મહિનો મારું જ સ્વરૂપ છે. સતયુગમાં દેવતાઓએ માગશર મહિનાની એકમ તિથિએ જ વર્ષનો પ્રારંભ કર્યો હતો. આ માસમાં કશ્યપ ઋષિએ સુંદર કશ્મીર પ્રદેશની રચના કરી હતી. આખા મહિનામાં ભજન અને કીર્તન ચાલતા રહે છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
ગુજરાતી હિન્દુ પંચાંગ પ્રમાણે બીજો માગશર મહિનો છે. તેને અગહન માસ પણ કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે સામાન્ય રીતે આ મહિનો નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે રહે છે. માર્ગશીર્ષ અર્થાત્ માગશર-અગહન મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો શ્રીકૃષ્ણનો ખૂબ જ પ્રિય મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ મહિનાને ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આજે 27 નવેમ્બર, બુધવારથી માર્ગશીર્ષ મહિનો પ્રારંભ થાય છે.
આ મહિનામાં ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે. જો માગશર મહિનામાં કોઈ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે તો તેને બધા સુખ પ્રાપ્ત થાય છે. સ્નાન કર્યા પછી ઈષ્ટદેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. પછી વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો જાપ કરો. સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિની લાંબી ઉંમર અને સારું સ્વાસ્થ્ય આપનારું હોય છે. આ મહિનામાં ભગવાન ગણેશની પૂજાનું પણ મહત્વ બતાવ્યું છે. આ મહિનામાં શંખ પૂજનનું વિશેષ મહત્વ છે. સાધારણ શંખે શ્રીકૃષ્ણને પાચ્ચજન્ય શંખની સમાન સમજીને તેની પૂજા કરવાથી બધા મનોવાંછીત ફળ પ્રાપ્ત થઈ જાય છે.
શા માટે માગશર મહિનાને માર્ગશીર્ષ કહે છે- માગશર માસને માર્ગશીર્ષ કહેવા પાછળ અનેક કારણ છે. ભગવાન કૃષ્ણની અનેક નામેથી પૂજા કરવામાં આવે છે. આ નામોમાંથી જ એક છે માર્ગશીર્ષ પણ શ્રીકૃષ્ણનું જ એક નામ છે. આ મહિનાનો સંબંધ મૃગશિરા નક્ષત્ર સાથે છે. જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર બતાવ્યા છે. આ 27 નક્ષત્રોમાંથી એક છે મૃગશિરા નક્ષત્ર. આ મહિનાની પૂનમ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે. તેને લીધે આ મહિનાને માર્ગશીર્ષ કહે છે. આ મહિનાને માગશર, અગહન કે અગ્રહાયણ માસ પણ કહેવામાં આવે છે.
શ્રીમદભાગવતમાં જણાવ્યું છે કે શ્રીકૃષ્ણએ કહ્યું છે मासानां मार्गशीर्षोऽहम् અર્થાત્ બધા મહિનાઓમાં માગશર મહિનો શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે. માર્ગશીર્ષ માસમાં શ્રદ્ધા અને ભક્તિથી પ્રાપ્ત પુણ્યના બળે આપણને બધા સુખો પ્રાપ્ત થાય છે.