મહાભારતમાં રાજા દ્રુપદે પોતાની પુત્રી દ્રોપદીના લગ્ન માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. આ સ્વયંવરમાં અનેક રાજાઓએ ભાગ લીધો હતો. સ્વયંવરની શરત એ હતી કે ત્યાં રાખેલ ધનુષ ઊઠાવીને તેની ઉપર પ્રત્યંચા ચઢાવવાની હતી અને નીચે પાણીમાં જોઈને છત પર ફરતી માછલીની આંખ પર નિશાન લગાવવાનું હતું. બધા ઈચ્છતાં હતા કે તેઓ દ્રોપદી સાથે લગ્ન કરે, કારણ કે રાજકૂમારી ખૂબ જ સુંદર હતી અને તેના પિતા અર્થાત્ રાજા દ્રુપદ શક્તિશાળી રાજા હતાં. સ્વયંવરમાં શ્રીકૃષ્ણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને વેશ બદલીને બધા પાંડવો પણ ત્યાં પહોંચ્યાં હતાં.

ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન પણ સ્વયંવરમાં આવ્યો હતો, પરંતુ તેના મનમાં શંકા હતી કે તે સ્વયંવરની શરત પૂરી નહીં કરી શકે તો ત્યાં ઉપસ્થિત બધા રાજાઓ દ્વારા તેને અપમાનિત થવું પડશે. આ ડરને લીધે તેને સ્પર્ધામાં ભાગ ન લીધો. તેને લક્ષ્ય ભેદવાનો પ્રયાસ જ ન કર્યો. ત્યાં કર્ણ પણ ઉપસ્થિત હતો.

જ્યારે-જ્યારે કોઈ રાજા આ પ્રતિયોગિતા તરફ આગળ વધતા તો દ્રોપદી શ્રીકૃષ્ણની તરફ જોયા કરતી હતી, જેથી તે એ જાણી શકે કે રાજા લગ્ન યોગ્ય છે કે નહીં. સ્વયંવરમાં કર્ણ આગળ વધ્યો અને તેને ધનુષ ઊઠાવીને પ્રતંયચા ચઢાવી દીધી. શ્રીકૃષ્ણ જાણતાં હતાં કે કર્ણ સ્વયંવરની શરત પૂરી કરી શકે છે, તેમને દ્રોપદીને ઈશારો કરી દીધો કે તે તારા માટે ઉપયુક્ત વર નથી. ઈશારો મળતાની સાથે જ દ્રોપદીએ ઘોષણા કરી દીધી કે તે કોઈ સૂતપુત્રની સાથે લગ્ન નહીં કરી શકે.

આ સાંભળતાની સાથે જ દ્રોપદીના ભાઈ ધૃષ્ટધુમ્ને કર્ણને કહી દીધું કે મારી બહેન તમારી સાથે લગ્ન નથી કરવા માંગતી તમે પ્રતિયોગિતામાં ભાગ ન લો. આ સાંભળી કર્ણે પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું અને તે ક્રોધિત થઈને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાર બાદ બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત અર્જુને પ્રતિયોગિતાની શરત પૂરી કરી અને દ્રોપદી સાથે લગ્ન કર્યાં.